Jamnagar તા ૨૫,
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસે વધુ એક હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને બાઈક ચાલક પર પ્રાંતિય શ્રમિક યુવાનનું ટ્રક ટેન્કર ની ઠોકરે ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપૂજયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહીને વાડી વિસ્તારમાં ખેત મજૂરી કામ કરતો શિવ નારાયણ હીરાલાલ રાઠોડ મોંગીયા (ઉંમર વર્ષ ૩૦) કે જે ગઈકાલે પોતાનું બાઈક લઈને જાખર ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. -૩ બી.વી. ૯૫૨૩ નંબરના ટ્રક ટેન્કર ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં માથાના ભાગે ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક શિવ નારાયણ રાઠોડ ની પત્ની અંગુરબાલા બેને મેઘપર પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.