Gondal,તા.26
ગોંડલ નજીક ગોમટા ફાટક પાસે છકડા ને ટ્રકે ઠોકર મારી સર્જેલા અકસ્માતમાં છકડા ચાલક નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના લીલાખા ગામે રહેતા ભીખાભાઈ રામભાઈ ગીડ (૩૨) ગઈકાલે સાંજે 7:30 વાગે પોતાની છકડો રીક્ષા લઈને ગોમટા તરફ જતા હતા ત્યારે ઘડિયાળના કારખાના પાસે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજા ગ્રસ્ત હાલત માં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે તબીબો એ મૂર્ત જાહેર કર્યા હતા.
આ બનાવવાની પારિવારિક સૂત્રો માંથી મળતી હોય તો મુજબ ભીખાભાઈ છકડો રીક્ષા ચલાવવાનું કામ કરે છે ગઈકાલે ઘેર રાશન લઈને આવતા હતા ત્યારે ઘડિયાળના કારખાના પાસે સામેથી આવતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો આ અંગે ગોંડલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટ્રક ચાલકને અટકાયતમાં લીધું હોવાનું જાણવા મળ્યું છે