Amreli તા.13
ગોંડલ ગામે રહેતા દિનેશભાઈ વનાભાઈ સોલંકીને તેમની પત્ની રતન સાથે ઝઘડો થયેલ હતો. જેથી તેણી તેના ઘરેથી નીકળી ગયેલ હતી. દરમ્યાન ગત તા.11 ના રોજ સાંજના સાડા છ-એક વાગ્યાના સમયે દિનેશભાઈના સાળા કાનજી જેરામભાઈ સાવલિયા તથા હકુ જેરામભાઈ સાવલીયા આ દિનેશભાઈ સોલંકીના કુટુંબીક પિતરાઈ ભત્રીજી વડિયા તાલુકાના અરજણસુખ ગામના પાટીયા પાસે રહેતા મનીષાબેન ભરતભાઈ રાઠોડના ઘરે સમાધાન માટે ભેગા થયેલ હતા.
દરમિયાન દિનેશભાઈ તથા સાળા કાનજી જેરામભાઈ સાવલિયા તથા હકુ જેરામભાઈ સાવલીયા એમ ત્રણેય એક રૂમમાં બેઠેલ હતા અને સમાધાન બાબતે વાતચીત કરતા હતા. દરમિયાન દિનેશભાઈના બંને પગે લોખંડની કુહાડીથી મારી અલગ કરી નાખી એટલે કે કાપી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.
દિનેશભાઈને એમ્બ્યુલન્સમાં પ્રથમ અમરેલી દવાખાને લઈ ગયેલ અને ત્યાંથી વધુ સારવારમાં રાજકોટ રિફર કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આ દિનેશભાઈનું સારવાર દરમિયાન મોત થઇ ગયેલ છે.
આ અંગે મનીષાબેન ભરતભાઈ રાઠોડે કાનજી જેરામભાઈ સાવલિયા તથા હકુ જેરામભાઈ સાવલીયા ત્રણ અજાણ્યા સહીત 8 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ આદરી છે.
ગામમાં આવારા તત્વોની રંજાડ સામે ગામના સરપંચ દ્વારા એક વર્ષ પહેલા મામલતદારને રજુઆત કરી અમારા ગામમાં આધાર કાર્ડમાં નામ ન હોય તેવી વ્યકિતઓને વસવાટની મંજુરી આપવી નહીં ગામની બદનામી થઇ તે ચલાવી દેવાશે નહીં તેમ છતાં પોલીસ કે તંત્રએ કોઇ કાર્યવાહી નહીં કરતા હત્યાકાંડ સર્જાયો છે.

