Dhoraji તા.15
ગણોદના હત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો થવા પામેલ છે. ધોરાજીના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.એમ. શેખએ ગીતાબેન રમણીકભાઈ દેગામા (રહે.ગણોદ) તથા પ્રવિણ સુબ્ધી મેણીયાને ખુન કેસના ચાર્જમાંથી પુરાવો નોંધવી અને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલા છે.
બનાવની વિગત એવી છે કે તા.14/5/2020ના જયંતીભાઈ જીકાભાઈ દેગામાએ પાટણવાવ પોલીસ રૂબરૂ એવી ફરીયાદ નોંધ આવેલી હતી કે તા.12//2020ના બપોરના તેમના નાના ભાઈ રમણીકભાઈ ઉર્ફે રમેશભાઈ જિકાભાઈને તે વાડીની મજૂરી બાબતે છેલ્લી વખત મળેલા હતા. ત્યારથી તે ગાયબ હતા.
બાદમાં બીજા દિવસે ઘણો ગામની સીમના કૂવામાંથી તેમની લાશ મળેલી હતી. આ લાશ ઉપર માથાના ભાગે અને અન્ય કુહાડી જેવી પ્રાણઘાતક હથીયારથી પૂજા કરેલ હોવાનો, પ્રથમ દર્શનીય દેખાતું હતું. અને રમેશભાઈના પત્ની ગીતાબેન અને તે ગામમાં રહેતા પ્રવીણભાઈ સુબજીભાઈને અનૈતિક સંબંધો હતો, તે બંને જણાએ મળી અને ગીતાબેનના પતિ રમેશભાઈની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધી છે.
આ બાબતે ગુનો નોંધી અને તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર વી.એમ. લગારીયાએ તપાસ કરી મુદત હરોળ ધોરાજીના એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ સમક્ષ ચાર્જસીટ રજૂ કરેલ હતું. આ કામે પુરાવો નોંધાયા બાદ આરોપી પક્ષ તરફથી સીનીયર એડવોકેટ એ.એ. સાગઠીયાએ દલીલો કરેલી હતી કે તેમના અસીલ તદન નિર્દોષ છે ફરીયાદ પક્ષ તરફથી સંયોગીક પુરાવાનો કેસ છે.
તે તમામ કડીઓને જોડી અને નિશંકપણે પુરવાર થઈ શકે તેવો કોઈ પુરાવો આવેલો નથી. મરણ જનારને છેલ્લે સાથે કોણે જોયા હતા અને આરોપીઓએ કઈ રીતે હત્યા કરી તે અંગેના કોઈ પુરાવા નથી. વિશેષમાં અનૈતિક સંબંધો બાબતે પણ કોઈ નકકર પુરાવો નથી આવી રીતે પોલીસ તરફથી ખોટી રીતે ફસાવી દેવામાં આવેલા છે. અને સાચા હત્યારાને શોધવાના બદલે ખોટો કેસ દાખલ કરવામાં આવેલો છે .
આ તબકકે સરકાર પક્ષે દલીલને ખંડન કરવામાં આવેલ અને જણાવવામાં આવેલ કેસ નીશંકપણે પુરવાર થઈ ગયો છે. ધોરાજીના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.એમ. શેખએ રજૂ થયેલા પુરાવાઓ તથા વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈ અને આરોપીઓ તરફે એ.એ. સાગઠીયા અને દિપક રાવલની દલીલોને ધ્યાને લઈ સંયોગીક પુરાવાનો કેસ હોય, આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવેલ છે.

