Jamnagarતા.17
જામનગરમા કુટુંબીક ઝઘડામાં કાન પાસે ડીસમીસ મારી ઈજા કરવાના કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી ઈમરાનભાઈનો પુત્ર તેની પત્ની જે માવતરે હોથ, જેને ફરીયાદી પોતાની સાથે ઘરે લઈ આવેલ હોય જેને લેવા માટે આરોપી અહેમદઅલી જુણેજા તથા મહમદસકી જુણેજા આવી જે બંને આરોપીઓએ એકસંપ કરી ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી આરોપી અહેમદઅલીએ ફરીયાદીને ડાબા કાન પાસે હાથા વગરની ડીસમીસ મારી ઈજા કરી લોહી-લુહાણ કરી તેમજ આરોપી મહમદસફીએ ઢીકાપાટુનો માર મારી ડાભી આંખે તથા શરીરે મુંઢ ઈજા કરી માર મારવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી મે.ડી.એમ. સાહેબના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરતા આરોપીઓ વિરૂળ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.અને. એસ. કલમ – 115(2), 118(1), 352, 351(2), 54 તથા જી.પી. એકટ ની કલમ – 135(1) મુજબ ફરિયાદ થયેલ હતી. ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા કેસમાં બચાવ કરવા આરોપીઓએ વકીલ રોકેલ અને બંને આરોપીને ચીક કોર્ટે નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. બંને આરોપીઓ તરફે વકીલ મોહસીન કે. ગોરી તથા રાજેશભાઈ પંડયા રોકાયેલ હતા.