Morbi,તા.28
મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની ૧૦ વર્ષની બાળકીને એક ઇસમ ચોકલેટ આપવાની અને મોબાઈલ દેખાડવાની લાલચ આપી હવસખોર ઇસમેં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીને ઝડપી લીધો છે
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે જેમાં ભોગ બનનારની માતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે મૂળ મધ્યપ્રદેશનો વતની ભરત ભગીરથ માલવિયા (ઉ.વ.૨૪) નામના ઇસમેં ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે જેમાં નરાધમ ઇસમેં એકલતાનો લાભ લઈને ૧૦ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી અને મોબાઈલ દેખાડવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે