ચેક મુજબની રકમ એક મહીનામાં પરત કરવા હુકમ
Rajkot,તા.1
શહેરમાં રહેતા એક યુવક પાસેથી મિત્રતાના દાવે લીધેલા રૂ.૩ લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમ એક મહીનામાં પરત કરવા હુકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ કિશોરભાઈ રણછોડભાઈ દેથલીયાએ મિત્રતાના દાવે લીધેલા રૂા.૩ લાખની ચુકવણી માટે ચેક આપ્યો હતો. જે ચેક વગર વસુલાતે પરત ફરતા ફરીયાદી દ્વારા આરોપીને લીગલ નોટીસ પાઠવવા છતા સમય મર્યાદામાં રકમ ન ચુકવતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા કોર્ટે બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમ એક મહીનામાં પરત કરવા હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં ફરીયાદી વતી વકીલ ચેતન વિઠ્ઠલાપરા, સાગર સરવૈયા, વિજય વણઝારા, રીતુસિંહ, લવજી ભજગોતર, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા, એમ. એમ. રાઠોડ, દક્ષાબેન બથવાર, હિરેન એસ. વિઠ્ઠલાપરા, એસ. સી. વિઠ્ઠલાપરા, રોકાયા હતા.