Morbi,તા.15
મોરબી નજીક સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા પતિએ ચારિત્ર્ય બાબતે શંકા કરી હથિયારના ઘા માથા અને મોઢાના ભાગે મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી હત્યાના બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
એમપીના વતની અને હાલ મોરબીના ઉંચી માંડલ મેગા સીટી સિરામિકમાં રહીને કામ કરતા પહેલવાન ટનટયાભાઈ બારેલા (ઉ.વ.૪૧) આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કુકરીયાભાઈ બારેલા રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બે વર્ષ પૂર્વે ફરિયાદીના ફૂવા ચેનસિંગ બારેલાની દીકરી બિંદાના લગ્ન કાનાભાઈ બારેલા સાથે થયા હતા બંને મધ્યપ્રદેશથી મોરબી મજુરી કરવા આવ્યા હતા જુના ઘૂટું રોડ પર આઇકોન સિરામિક કારખાનામાં મજુરી કામ કરતા હતા ફૈબાની દીકરી બિંદાબેનને મળવા અવારનવાર જવાનું થતું તેમજ ફોન પર વાતચીત થતી હતી બે માસ પૂર્વે બિંદાબેને ફોન પર જણાવ્યું હતું કે પતિ કાના ખોટી ચારિત્ર્ય અંગે શંકા કરી ઝઘડા કરે છે જેથી બિંદાને ઝઘડો ના કરવા સમજાવી હતી અને બનેવી સાથે વાતચીત કરી ઝઘડો નહિ કરી માર નહિ મારવા સમજાવીશ તેમ કહ્યું હતું અને બનેવીને ફોન કરી બિંદા સાથે ઝઘડા કરી મારકૂટ કરો છો તેમ કહ્યું હતું બનેવીએ તારી બહેનને કાઈ કામકાજ કરવું નથી અને કારખાનામાં બીજા કામ કરતા માણસો સાથે આખો દિવસ વાતો કરી મજાક મસ્તી કરતી હોય છે બિંદાને ના પાડવા છતાં માનતી નથી જેથી ઝઘડા થાય છે તેવી વાતચીત થઇ હતી
ગત તા. ૧૩ ના રોજ બપોરે બહેન બિંદાનો ફોન આવ્યો કે તમે કારખાનેથી ફ્રી થઈને મારા ઘરે આવજો તમારા બનેવીને સમજાવજો તે ચારિત્ર્ય પર શંકા કરી ઝઘડા કરે છે મને વતનમાં જતું રહેવું છે તેવી વાત કરી હતી રાત્રીના કામ પર મોડું થતા ફરિયાદી બહેનના રૂમ પર જઈ શક્યો નહિ અને સવારના સાડા દશ અગિયાર વાગ્યે બિંદાના નાણા ભાઈ જીતેનનો ફોન આવ્યો કે બિંદાબેનના પતિ કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગએ બહેન સાથે ઝઘડો કરી માર મારી બિંદાને મારી નાખી છે તમે તેના રૂમ પહોંચો અને બાદમાં બિંદાબેનના પતિનો ફોન આવ્યો કહ્યું તારી બહેનનું આજે પુરૂ કરી નાખ્યું છે બહેનને માથા અને મોઢા પર કોઈ હથિયારના ઘા માર્યા હતા અને લોહી નીકળતું હતું મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો આમ આરોપી પતિ કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલાએ ચારિત્ર્ય અંગે ખોટી શંકા કરી હથિયારના ઘા ઝીકી પત્નીની હત્યા કરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે