વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયા સગીરાને લગ્નની લાલચ આપી રામપ્રતાપ પાસવાન ભગાડી જઈ શરીર સંબંધ બાંધ્યા
Rajkot,તા.01
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને કોર્ટે જામીન મુકત કરવા હુકમ કર્યો છે.રાજકોટમાં વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયા આવેલા કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા મુંબઈના પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી આરોપી રામપ્રતાપ શ્યામ પાસવાન ભગાડી ગયો હતો. અને સગીરા સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપીએ જામીન મુકત થવા સ્પે. પોકસો કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સ્પે.પોકસો કોર્ટે આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપીના બચાવ પક્ષે ધારાશાસ્ત્રી ચીમનભાઈ ડી.સાંકળીયા, નિકુંજભાઈ સી.સાંકળીયા, ઉદયભાઈ ચાંવ, અતુલભાઈ બોરીચા પ્રકાશભાઈ કેશુર, જી.એમ. વોરા, ભરતભાઈ બોરડીયા, વિજયભાઈ સોંદરવા, સોનલબે બારોટ, હરેશભાઈ ખીમસુરીયા, રણજીતભાઈ સાંખટ, પુનમબેન સોંદરવા અને આસીસ્ટ તરીકે લલીતચંદ્ર બારોટ રોકાયા હતા.