Morbi,તા.11
મોરબીના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ઝડપી લઈને તાલુકા પોલીસે ભોગ બનનારને શોધી કાઢી માતાપિતાને સોપી છે
મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે ગત તા. ૩૧-૦૧ થી તા. ૦૧-૦૨ દરમિયાન નીચી માંડલ ગામની સીમમાં વાડીએ રહેતા પરિવારની સગીર વયની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો છે જેથી તાલુકા પોલીસ અપહરણનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવતા આરોપી સીલ્દર ઉર્ફે સીરધાર બોદરાભાઈ બધેલ રહે હાલ નીચી માંડલ મૂળ રહે એમપી વાળાને બોટાદ જીલ્લાના ધંધુકા તાલુકાના દેવગણા ગામની સીમમાંથી ઝડપી લીધો હતો અને ભોગ બનનારને શોધી કાઢી તેના માતાપિતાને સોપવામાં આવી છે