Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sunil Pal મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમય રૈનાના સન્માન પર નારાજગી વ્યક્ત કરી

    August 28, 2026

    Priyanka Chopra એ કહ્યું, “જો મારા પતિ નિક જોનાસ મારી સંસ્કૃતિનો આદર ન કરે તો હું તેને પ્રેમ ન કરી શકું.”

    August 28, 2026

    Rakhi Sawant ઉમરાહ દરમિયાન જનરલ ઝેડ માટે નોકરી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે

    August 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sunil Pal મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમય રૈનાના સન્માન પર નારાજગી વ્યક્ત કરી
    • Priyanka Chopra એ કહ્યું, “જો મારા પતિ નિક જોનાસ મારી સંસ્કૃતિનો આદર ન કરે તો હું તેને પ્રેમ ન કરી શકું.”
    • Rakhi Sawant ઉમરાહ દરમિયાન જનરલ ઝેડ માટે નોકરી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે
    • Vijay Deverakonda and Rashmika Mandanna ની ’રાણાબલી’ની રિલીઝ તારીખ બદલાઈ
    • India-Sri Lanka શ્રેણી બાદ આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ ટીમ ઈન્ડિયાના વધારો થયો
    • ૩૯ વર્ષની ઉંમરે, Pollard ફરી એકવાર ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
    • Anushka Sharma ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ઘરઆંગણે રમાનારી ટી ૨૦ શ્રેણીમાં ભારતીય મહિલા એ ટીમનું નેતૃત્વ કરશે
    • Joe Root લોર્ડ્‌સ ટેસ્ટમાં સ્ટુઅર્ટ બ્રોડને પાછળ છોડી દીધો, રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarના બહુ ચર્ચિત ૧૨ વર્ષની બાળકીના અપહરણના આરોપીને ૧૦ દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો
    જામનગર

    Jamnagarના બહુ ચર્ચિત ૧૨ વર્ષની બાળકીના અપહરણના આરોપીને ૧૦ દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026Updated:July 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બાળકીને હેમખેમ છોડાવીને મેડિકલ તપાસ બાદ વાલીને સોંપી દેવાઈ; આરોપી સામેં દુષ્કર્મ અને પોક્સોની કલમો ઉમેરાઈ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૮

    Jamnagar ના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ગરીબ વિધવા મહિલાની ૧૨ વર્ષની સગીર પુત્રીના અપહરણના કેસમાં જામનગર પોલીસે માત્ર ૧૦ દિવસમાં ટેકનિકલ એનાલિસિસના આધારે પોરબંદરમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવી છે. આ સાથે અપહરણ કરનાર જેસીબી ચાલક આરોપી કાના મેરામણને ઝડપી લઈને જામનગર લાવવામાં આવ્યો છે. બાળકીનું તબીબી પરીક્ષણ કરાવ્યા બાદ પોલીસે અપહરણ ઉપરાંત દુષ્કર્મ અને પોક્સો સહિતની ગંભીર કલમો ઉમેરી આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી મુજબ જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ગરીબ વિધવા મહિલાની ૧૨ વર્ષની સગીર પુત્રીને પોરબંદરનો જેસીબી ચાલક કાના મેરામણ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. ઘટનાની જાણ થતાં ગભરાયેલી માતાએ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

    આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો. વિધવા મહિલાના સમર્થનમાં સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો મેદાને ઉતર્યા હતા. બાળકીને તાત્કાલિક શોધી કાઢવાની માંગ સાથે ધરણાં, રજૂઆતો તેમજ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિવિધ સામાજિક કાર્યક્રમો દ્વારા પણ ઝડપી કાર્યવાહી માટેની માંગ કરાઈ હતી.

    જે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સતત તપાસના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ૧૦ દિવસની સઘન તપાસ બાદ એલસીબીની ટીમે પોરબંદરમાં દરોડો પાડી આરોપી કાના મેરામણને ઝડપી લીધો હતો અને તેની ચુંગાલમાંથી બાળકીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી. ત્યારબાદ બાળકીની મેડિકલ તપાસણી કરાવ્યા બાદ તેના વાલીને સોંપવામાં આવી હતી. બાળકીની તબીબી તપાસના આધારે પોલીસે ગુનામાં દુષ્કર્મ તેમજ પોક્સો અધિનિયમની કલમોનો ઉમેરો કરીને આરોપી સામે વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે માત્ર દસ દિવસમાં આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલાતા બાળકીને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડવામાં સફળતા મળી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWomen’s T20 teamના કેપ્ટન તરીકે હરમનપ્રીતનું સ્થાન શેફાલી અથવા જેમીમા લઇ શકે છે: મિતાલી
    Next Article Sanju Samsonએ MS Dhoniને પોતાનો બાળપણનો આદર્શ ગણાવ્યો, તેની સાથે રમવાની ઇચ્છા પણ શેર કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ફલ્લા પાસેથી ૨.૯ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો,રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે

    August 27, 2026
    જામનગર

    Jamnagar સ્થિત ગુજ. આયુર્વેદ યુનિવર્સિટીના પેપર લીક મામલો : ફક્ત આઈએમપી લીક થયા હોવાનો હેવાલ

    August 27, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુરના આંબરડી ગામની મુકબધીર પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ, ચાર સામે ફરિયાદ

    August 27, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુરના કલ્યાણપુર ગામે વીજ કરંટ લાગતાં ખેતમજૂર મહિલાન મૃત્યુ

    August 27, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં ૨૯ ઝડપાયા, ૧૬ મહિલાઓ અને એક કિન્નરનો સમાવેશ

    August 27, 2026
    જામનગર

    Jamnagar: નાધુના ગામે રાજકોટ રેન્જનો સપાટો: જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,600
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,050
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹250,240
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 18:45
    Categories
    Latest News

    Sunil Pal મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમય રૈનાના સન્માન પર નારાજગી વ્યક્ત કરી

    August 28, 2026

    Priyanka Chopra એ કહ્યું, “જો મારા પતિ નિક જોનાસ મારી સંસ્કૃતિનો આદર ન કરે તો હું તેને પ્રેમ ન કરી શકું.”

    August 28, 2026

    Rakhi Sawant ઉમરાહ દરમિયાન જનરલ ઝેડ માટે નોકરી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે

    August 28, 2026

    Vijay Deverakonda and Rashmika Mandanna ની ’રાણાબલી’ની રિલીઝ તારીખ બદલાઈ

    August 28, 2026

    India-Sri Lanka શ્રેણી બાદ આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ ટીમ ઈન્ડિયાના વધારો થયો

    August 28, 2026

    ૩૯ વર્ષની ઉંમરે, Pollard ફરી એકવાર ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

    August 28, 2026
    Search
    Main News

    CM Fadnavis સામે જ સમય રૈનાએ મુંબઈ પોલીસને કરી રોસ્ટ

    August 28, 2026

    CIA ચીફની ગુપ્ત રશિયા મુલાકાતથી વિશ્વભરમાં હડકંપ!

    August 28, 2026

    E૨૦ પેટ્રોલ બંધ નહીં થાયઃ જૂના વાહનો માટે E૧૦નો અલગ વિકલ્પ મળશે?

    August 28, 2026

    Nepal આપત્તિને લઈ બાલેન સરકારને વિદેશી બચાવ ટીમો પર વિશ્વાસ નથી?

    August 28, 2026

    NATO પર રશિયાના હુમલાની અટકળો વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

    August 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sunil Pal મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમય રૈનાના સન્માન પર નારાજગી વ્યક્ત કરી

    August 28, 2026

    Priyanka Chopra એ કહ્યું, “જો મારા પતિ નિક જોનાસ મારી સંસ્કૃતિનો આદર ન કરે તો હું તેને પ્રેમ ન કરી શકું.”

    August 28, 2026

    Rakhi Sawant ઉમરાહ દરમિયાન જનરલ ઝેડ માટે નોકરી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે

    August 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.