Amreli ,તા.21
અમરેલી ખાતે આવેલ સ્પે.પોકસો અને ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં આજે એકી સાથે ત્રણ ત્રણ પોકસોના કેસ ચાલી જતાં આ ત્રણેય કેસમાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલના આધારે કોર્ટે આરોપીઓને સખત કેદ તથા રોકડ રકમના દંડની સજા ફટકારાયેલ છે.
આ ત્રણ કેસ પૈકી એક કેસના આરોપી સામે બે બે કેસમાં સજા થયાની પ્રથમ ઘટના બનેલ છે. પ્રથમ બનાવમાં અમરેલીના લાઠી તાલુકાના દામનગર ગામે રહેતા આરોપી વિશાલ ઉર્ફે રઘો હરેશભાઈ ઉર્ફે હકાભાઇ મકવાણા નામનો ઇસમ ગત તા.25-2-21 રાત્રે એક 15 વર્ષની તરૂણી લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાયેલ હતી.
આ અંગેનો કેસ અમરેલીની સ્પે.પોકસો અને ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલના આધારે સ્પે. જજ ડી.એસ.શ્રીવાસ્તવ દ્વારા આરોપી વિશાલ ઉર્ફે રઘો હરેશભાઈ ઉર્ફે હકાભાઇ મકવાણાને આઇ.પી.સી. કલમ 363, 366, 376, (2)(એન), 376 (3) તથા પોકસો કલમ 4, 6, 8 ના ગુન્હામાં કસુરવાર ઠરાવી આરોપીને 20 વર્ષની સખત કેદ તથા રૂપિયા 15 હજારના દંડની સજાનો હુકમ કરેલ છે.
બીજા બનાવમાં ઉપરના જ ગુન્હાનો આ જ આરોપી વિશાલ ઉર્ફે રઘો હરેશભાઈ ઉર્ફે હકાભાઇ મકવાણાને ઉપર મુજબના ગુન્હામાં કોર્ટેમાંથી જામીન ઉપર મુક્ત થયા બાદ ફરી વખત આરોપીએ તે જ તરૂણીને ફરી વખત લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે જે તે સમયે આ આરોપી સામે પોલીસમાં બીજી વખત પોલીસમાં ફરિયાદ નોંધાયેલ હતી.
આ બીજો કેસ પણ અમરેલીની સ્પે.પોકસો અને ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલના આધારે સ્પે. જજ ડી.એસ.શ્રીવાસ્તવ દ્વારા આરોપી વિશાલ ઉર્ફે રઘો હરેશભાઈ ઉર્ફે હકાભાઇ મકવાણાને આઇ.પી.સી. કલમ 363, 366, તથા પોકસો કલમ 18 ના ગુન્હામાં કસુરવાર ઠરાવી આરોપીને 7 વર્ષની સખત કેદ તથા રૂપિયા 5 હજારના દંડની સજાનો હુકમ કરેલ છે.
ત્રીજા બનાવમાં લાઠી ગામે રહેતી એક 12 વર્ષની વિદ્યાર્થીની ગત તા.13-7-24 ના રોજ સાંજે ટ્યુશનમાંથી પોતાની સાયકલ લઈ અને પોતાના ઘરે પરત આવી રહી હતી.
ત્યારે લાઠી ગામે મેઇન બજારમાંથી પસાર થતી હતી ત્યારે લાઠી ગામે રહેતા આરોપી રોહિત અશોકભાઈ સોલંકીએ તે વિદ્યાર્થીનીને રસ્તામાં રોકી વિદ્યાર્થીનીને મોબાઇલ ફોન આપવાની કોશિષ કરી અને આ વિદ્યાર્થીનીનો હાથ પકડી છેડતીઅને જાતિય સતામણી કરી અને તેણીનો પીછો કરતાં આ આ બનાવ અંગે જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાયેલ હતી.
આ બનાવ અંગેનો કેસ અમરેલીની સ્પે.પોકસો અને ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલના આધારે સ્પે. જજ ડી.એસ.શ્રીવાસ્તવ દ્વારા આરોપી રોહિત અશોકભાઈ સોલંકીને ભારતીય દંડ સહિત કલમ 75-78 તથા પોકસો કલમ 12 ના ગુન્હામાં કસુરવાર ઠરાવી આરોપીને 2 વર્ષની સખત કેદ તથા રૂપિયા 10 હજારના દંડની સજાનો હુકમ કરેલ છે.