ચેકની રકમ ૪૪.૬૧ લાખ વળતર તરીકે ચુકવવા હુકમ
Mithapur ,તા.20
મીઠાપુર ખાતે આવેલી આનંદ એજન્સીઝના ભાગીદારોએ ધીરજલાલ પ્રભુદાસ ભાયાણી સામે ડીઝલના બાકી લેણા રૂા.૪૪,૬૧,૭૬૮,૩૪ નો ચેક આપેલો હતો તે ચેક બેંકમાં જમા કરતા ચેક વસુલ થયા વિના ઈનસફીસ્યન્ટ ફંડસના શેરા સાથે પરત થયેલો તેથી ફરીયાદી પેઢીને ચેક વાળી રકમ ન મળતા ફરીયાદી પેઢીએ ડીમાન્ડ નોટીસ આપી અને રકમ ચુકવી આપવા જણાવેલુ અને નિયત સમય મર્યાદામાં ફરીયાદી પેઢીને ચેકવાળી રકમ ન ચુકવતા મુખત્યાર ગોવિંદ ખેતાભાઈ રાઠોડ મારફત ધીરજલાલ પ્રભુદાસ ભાયાણી સામે ઓખાની કોર્ટમાં વકીલ આર.સી.ભાયાણી મારફતે ફરીયાદ કરેલ છે તે અંગેનો કેસ ચાલી જતા લેખીત મૌખિક પુરાવો અને ફરીયાદ પક્ષે કરવામાં આવેલી દલીલ અને ફરીયાદી પક્ષ તરફે રજુ કરવામાં આવેલા સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ અને કાયદાની જોગવાઈ ઘ્યાને લઈ ઓખાના જ્યુડી.મેજી.પી.એસ.રાયએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમનો દંડની રકમ વળતર તરીકે ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કરેલો હતો.