Rajkot,તા.27
શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ ખર્ચના પાર્કમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આર્થિક મદદ માટે આપેલી રકમ પરત કરવા આપેલો ચેક બેંકમાંથી રિટર્ન થવાના કેસમાં આરોપી રમેશ ઠુંગાને એક વર્ષની જેલ અને ચેક મુજબ નું વળતર ચૂકવવા હુકમ કર્યો છે વધુ વિગત મુજબ શહેરના યુનિવર્સિટી રોડ પર અર્ચના પાર્કમાં રહેતા જેન્તીભાઈ દોંગાએ મિત્રતાના દાવે શહેરના કાલાવડ રોડ નવદુર્ગા પરામાં રહેતો રમેશ ઠૂંગાને આર્થિક મદદ માટે આપેલી રકમ 3.15 લાખ પરત કરવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા જ અંગે કાયદાકીય જોગવાઈ મુજબ એડવોકેટ મારફતે નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ કરી હતી.જે કેસ ચાલતા બંન્ને પક્ષોની રજુઆત બાદ ફરીયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ લેખીત મૌખીક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટ દ્વારા આરોપી રમેશ ઠુંગાને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી ૧ વર્ષની કેદની સજા અને ચેકની રકમ રૂ. ૩.૧૫ લાખ પુરા વળતર પેટે 1 મહિનામાં ચુકવી આપવી અને જો ૧ મહિનામાં રકમ ન ચુકવે તો વધુ ૧ માસની જેલની સજાનો હુકમ કર્યો છે.