ત્રણ વર્ષ પૂર્વે 13 વર્ષના બાળકને ક્રિકેટનો દડો આપવાની લાલચે કૃત્ય આચયુ, રૂ.3 લાખની સહાયનો હુકમ
Rajkot,તા.04
શહેરના ત્રણ વર્ષ પૂર્વે 13 વર્ષના બાળકને ક્રિકેટનો દડો આપવાની લાલચ આપી એક શખ્સ સીએફએલના બંધ પડેલા ક્વાર્ટરમાં લઈ ગયો હતો. જ્યાં બાળકના બંને હાથ બાંધી મોઢે ડૂમો આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હતું. જે ગુનામાં અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.25,000 નો દંડ તેમજ ભોગ બનનારને વિકટીમ કોમ્પેન્શન સ્કીમ મુજબ રૂ.3 લાખની સરકારી સહાયનો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં વર્ષ 2021 માં પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારના 13 વર્ષના તરુણને દિલાવરખાન સુલતાનખાન પઠાણ નામના શખ્સે ક્રિકેટનો દડો લઈ આપવાની લાલચ આપી મેડિકલ કોલેજ પાસે આવેલ સીએફએલના બંધ પડેલા ક્વાર્ટરમાં લઈ ગયો હતો અને જ્યાં તરુણના બંને હાથ બાંધી દીધા હતા અને મોઢા ઉપર ડૂમો આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હતું અને બાદમાં જો આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ઘરે પરત ફરેલા તરુણએ પરિવાર સમક્ષ આપવીતી વર્ણવતા બાળકના પિતાએ પ્રનગર પોલીસ મથકમાં દિલાવરખાન સુલતાનખાન પઠાણ વિરુદ્ધ 13 વર્ષના તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપી દિલાવરખાન પઠાણની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે 17 થી વધારે દસ્તાવેજી પુરાવા રજૂ કરી ભોગ બનનાર, ફરિયાદી, ડોક્ટર અને તપાસ અધિકારી સહિત 13 સાહેદોની જુબાની લેવામાં આવી હતી. તેમજ સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને ધ્યાને લઈ બીજા એડિશનલ પોક્સો સ્પેશિયલ જજ પી.જે. તમાકુવાલાએ 13 વર્ષના તરુણને ક્રિકેટનો દડો આપવાની લાલચ આપી બંધ પડેલા ક્વાર્ટરમાં લઇ જઈ હાથ બાંધી મોઢા ઉપર ડૂમો આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલા આરોપી દિલાવરખાન પઠાણને આજીવન કેદની સખત સજા અને રૂ.25000 નો દંડ તેમજ ભોગ બનનારને વિકટીમ કોમ્પેન્શન સ્કીમ મુજબ રૂ.3 લાખની સરકારી સહાયનો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન તેમજ મૂળ ફરિયાદી વતી રાજકોટનાં દફતરી લો ચેબર્સના ધારાશાસ્ત્રી પથીકભાઈ દફતરી, ભાવિન દફતરી, નુપુરબેન દફતરી, નેહાબેન દફતરી,યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, પરેશ કુકાવા, નીશાબેન સુદ્રા અને શીવાંગી મજીઠીયા રોકાયા હતા.