ખરીદ કરેલા માલની ચુકવણી માટે આપેલા બંને ચેક પરત ફરતા ફરિયાદ નોંધાઈ’
Rajkot,તા.12
પ્લાયવુડ એન્ડ ઈન્ટીરીયરને ખરીદ માલની ચુકવણી માટે આપેલા રૂા.૧૩,૫૪,૧૫૬ના બે ચેક પરત ફરવાના ગુનામાં ફર્નિચર કામ કરતા આરોપીને બંને કેસોમાં દોઢ-દોઢ વર્ષની સજા અને બંને ચેકોની રકમ રૂા.૧૩,૫૪,૧૫૬ એક માસમા ફરીયાદીને ચુકવવામા નિષ્ફળ જાય તો વધુ છ-છ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલ ન્યુ સેટેલાઈટ ચોકમાં આશીર્વાદ એપાર્ટમેન્ટમાં સ્વસ્તીક પ્લાયવુડ એન્ડ ઈન્ટીરીયર હબ તરીકે ધંધો કરતા ફરીયાદી હર્ષિત રાજેશભાઈ લીંબાસીયા પાસેથી રાજકોટમાં ફર્નીચર કામ રાખી ધંધો કરતા હડાળા ગામના નરેશ મધુભાઈ રાબડીયા ફર્નીચરના મિસ્ત્રી કામને લગત રૂ.૧૩,૫૪,૧૫૬નોમાલસામાન કઢાવી તે માલનું પેમેન્ટ કરવા રૂા.૧૦ લાખ અને રૂા.૩,૫૪,૧૫૬ના બે ચેકો ઈસ્યુ કરી આપ્યા હતા. જે બંને ચેકો રીટર્ન થતા નોટીસ આપવા છતા માલનું પેમેન્ટ ન કરતા આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચેક રિટર્નની બે ફરીયાદો દાખલ કરવામાં આવી હતી. જે બંને કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપીને બંને કેસોમાં દોઢ-દોઢ વર્ષની સજા અને બંને ચેકોની રકમ રૂા.૧૩,૫૪,૧૫૬ એક માસમા ફરીયાદીને ચુકવવામા નિષ્ફળ જાય તો વધુ છ-છ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ અને જયમલ મકવાણા રોકાયા હતા.