Rajkot,તા.1
શહેરના કાલાવડ રોડ નજીક આવેલ સત્ય સાઇ રોડ પર મારુતિ ચોક પાસે બાલાજી કોલ્ડ્રિંક્સ નામની દુકાને નજીવી બાબતે યુવાના પર છરી વડે હુમલો કરવાના ગુનામાં મોહસીન ઉર્ફે જોની સુમરા ને ત્રણ વર્ષની સજા અને 5,000 નો દંડ ફટકારતો અદાલતે હુકમ કર્યો છે ત્યારે તોફીક કુરેશીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે વધુ વિગત મુજબ શહેરને સત્ય સાઇ રોડ નજીક આવેલ નિધિ કર્મચારી સોસાયટીમાં રહેતા શક્તિરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા નામના યુવાન પર નાના મવા ચોક નજીક આરએમસી ક્વાર્ટર માં રહેતો મોહસીન ઉર્ફે જોની ફિરોજ સુમરા અને તોફિક સલીમ કુરેશી સહિત બને શખ્સોએ છરી વડે હુમલો કર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે શક્તિસિંહ ઘર નજીક આવેલી બાલાજી નામની દુકાને બેઠા હતા ત્યારે ડબલ સવારીમાં આવેલા શખ્સ મિત્ર દિવ્યેશ સાથે કોઈ મુદ્દે માથાકૂટ કરતા હોય જેમાં વચ્ચે છોડાવવા પડેલા શક્તિરાજસિંહ ઝાલા પર છરી વડે હુમલો કર્યો હતો. બંને શખ્સોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યો હતો બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ પૂજાબેન જોશી દ્વારા ફરિયાદી પંચો, સાહેદો , તપાસનીશ અને તબિબ ને તપાસવામાં આવ્યા હતા બાદ લેખિત મૌખિક દલીલ કરી અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઈ પાઠમાં ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ ડી આર જગુવાલાએ મોહસીન ઉર્ફે જોની ફિરોજ સુમરાને કલમ 324 હેઠળ તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સજા અને 5,000 નો દંડનો હુકમ કર્યો હતો. જ્યારે તોફિક સલીમ કુરેશીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો