Rajkot. તા.4
સાયબર ફ્રોડના મોટા નેટવર્કના પકડાયેલ આરોપી મામલે ડીસીપી બીશાખા જૈને જણાવ્યું હતું કે, જતીન ઠક્કર અગાઉ ગોવામાં એક ગેમિંગ વેબસાઇટ કંપનીમાં નોકરી કરતો હતો, જ્યાં તેને દર મહિને 35,000 પગાર મળતો હતો. ચાર મહિના કામ કર્યા બાદ તે પોતાના પગારથી સંતુષ્ટ નહોતો.
આ દરમિયાન, તે ગોવાના કેસિનોમાં કાર્યરત માઇકલ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો. માઇકલ થકી તેને જાણ થઈ કે બેંગકોકમાં આ પ્રકારના ગેમિંગ ફંડ ટ્રાન્સફરના નેક્સસ માટે સારી નોકરી મળી શકે છે. લાલચમાં આવીને જતીન બેંગકોક પહોંચ્યો, જ્યાં તેને શરૂઆતમાં 50,000 પ્રતિ માસનો પગાર આપવામાં આવ્યો, જે ટૂંક સમયમાં વધીને 1,00,000 પ્રતિ માસ થઈ ગયો.

