Jamnagar,તા.17
2019 ના કેસના સજા વોરંટના ફરાર આરોપીને જામજોધપુર પોલીસે પકડી પાડી તેને જેલ ભેગો કરવાની દિશામાં કવાયત આદરી છે. જામજોધપુર પીઆઈ એ.એસ.રબારી સહિત સહિત ઉપરી અધિકારીઓની સૂચનાને લઈ સ્ટાફ ફરાર આરોપીને શોધી કાઢવા જરૂરી કાર્યવાહી કરી રહ્યો હતો.
આ દરમિયાન પોલીસને બાતમી મળી કે પાંચમા અધિ.ચીફ જ્યુ.મેજી. બી.આર.દવે ની કોર્ટ જામનગરના ફો.કે.નં-9505/2019 નેગોશીયેબલ એક્ટની કલમ 138 મુજબના કેસના સજા વોરંટનો નાસતો ફરતો આરોપી હાલ જામજોધપુર ખારીવાવ વિડી વિસ્તારમાથી નીકળવાનો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ધારાભાઇ સુરાભાઇ આશાણી (ઉ.વ.34 જાતે.ગવી ધંધો.ડ્રાઈવીંગ રહે. ખારીવાવ વાડી વિસ્તાર બધાભાઇ રબારીની વાડીમા જામજોધપુર તા.જામજોધપુર જી.જામનગર) ને પકડી પાડયો હતો.
આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એ.એસ.રબારી તથા હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કંડોરીયા સામતભાઈ ડાડુભાઈ ચંદ્રાવાડીયા, દિલીપસિંહ વાઘુભા જાડેજા તથા મેરામણભાઇ કાનાભાઇ હુણ, યશરાજસિંહ કિશોરસિંહ જાડેજા દ્વારા કરાઇ હતી.