Morbi,તા.01
ધ્રોલ તાલુકાના પ્રોહીબીશન ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના પ્રોહીબીશન ગુનામાં આરોપી ભરત રતાભાઈ ગમારા રહે લુણસર તા. વાંકાનેર વાળો હાલ લુણસર ગામના ઝાપા પાસે હાજર છે જેથી ટીમે સ્થળ પર રેડ કરી આરોપી ભરત ગમારાને ઝડપી લીને ધ્રોલ તાલુકા પોલીસ સ્ટેશનને સોપવા તજવીજ હાથ ધરી છે