Jammu,તા.૯
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવો એ તેમની પાર્ટીનો મુખ્ય મુદ્દો છે અને તે પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું, ’રાજ્યનો દરજ્જો મેળવવો એ અમારા માટે એક મુદ્દો છે અને તે ક્યારેય સમાપ્ત થશે નહીં. અમે આશાવાદી છીએ કારણ કે અમને ફક્ત સંસદમાં જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટમાં પણ વચન આપવામાં આવ્યું છે.’
ફારુક અબ્દુલ્લાએ કહ્યું, ’લોકોને અમારી પાસેથી અપેક્ષાઓ છે અને જ્યાં સુધી અમને રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે તે અપેક્ષાઓ પૂર્ણ કરી શકતા નથી. અહીં પર્યટનની એક નવી કડી શરૂ કરવાની જરૂર છે. પર્યટનને પુનર્જીવિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’ તેમણે પર્યટન ઉદ્યોગને મજબૂત બનાવવા માટે નવા પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.