Gandhinagar,તા.18
ગાંધીનગરમાં કલોલ તાલુકાના છત્રાલમાં આજે સવારે બે મહિલા સહિત ત્રણ હોમગાર્ડ જવાનો પર એસિડ એટેક થતા સનસનાટી મચી છે. ગહન પાર્કીંગ મામલે બોલાચાલી બાદ રિક્ષાચાલકે એસીડ ફેંકયુ હતું.
જેમાં એક મહિલા હોમગાર્ડ ચહેરા તથા શરીરના અન્ય ભાગો પર દાઝી જતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના બનતા થોડો વખત બનાવ સ્થળે નાસભાગ મચી હતી. એસીડ એટેક કરીને નાસી છુટેલા રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે આજે સવારે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવાની સૂચના આપી હતી.
આટલી વાતમાં રિક્ષાચાલક ઉશ્કેરાઈને બોલાચાલી કરવા લાગ્યો હતો. એ વખતે અન્ય હોમગાર્ડ જવાનો પણ આવતા રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો.
આ વાતની અદાવત રાખીને રિક્ષાચાલક થોડીવાર પછી એસિડ ભરેલી બોટલ લઈને આવ્યો હતો અને બે મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો.
આ ઘટનાથી બે મહિલા હોમગાર્ડ પણ હેબતાઈ ગઈ હતી. આ હુમલામાં ભાવનાબહેન નામના મહિલા હોમગાર્ડ મોંંઢા સહિત શરીર પર ઘણાં દાઝી ગયા છે. હાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
આ મામલે પોલીસે ગુનો નોંધીને રિક્ષાચાલકની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે