Morbi,તા.30
કણકોટ ગામ નજીક બે આખલા પર અજાણ્યા ઇસમોએ એસીડ એટેક કર્યો હતો જે બનાવની જાણ થતા જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે બંને ઈજાગ્રસ્ત આખલાને હાલ સારવાર માટે એનીમલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કણકોટ ગામ પાસે બે આખલા પર એસીડ એટેકની માહિતી મળતા જીવદયાપ્રેમીઓ અને ગૌરક્ષકોની ટીમ દોડી ગઈ હતી અને આખલાને એનીમલ હોસ્પિટલ ખસેડ્યા છે તેમજ આખલા પર એસીડ એટેક કરનાર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓએ માંગ કરી હતી