Morbi,તા.30
પાંચ દિવસની સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન રૂ ૫.૯૨ લાખનો દંડ વસુલવામાં આવ્યો
મોરબી જીલ્લામાં તા. ૨૫ થી ૨૯ સુધી સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ ટીમોએ ૧૨૧ સામે કાર્યવાહી કરી હતી અને ૧૧૦ વાહન ડીટેઈન કર્યા હતા તેમજ રૂ ૫.૯૨ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો
સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઈવમાં ફેન્સી, તૂટેલી નંબર પ્લેટ, ડાર્ક ફિલ્મ, શીટ બેલ્ટ, ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રોન સાઈડ/વધુ ગતિએ વાહન ચલાવનાર ૫૫ સામે, અડચણરૂપ પાર્ક કરેલ ૫૬ વાહનચાલકો સામે ગુના નોંધવામાં આવ્યા હતા તેમજ નશો કરી વાહન ચલાવનાર ૧૦ સામે ગુના નોંધાયા હતા એમ વી એક્ટ ૨૦૭ મુજબ ૧૧૦ વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા બ્લેક ફિલ્મ લગાવેલ કારચાલકોને કુલ ૧૬૭ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી તેમજ ફેન્સી/તૂટેલી નંબર પ્લેટ વાળા ૨૪૧ વાહનચાલકોને સમાધાન શુલ્ક પાવતીઓ આપી હતી ચાલુ વાહને ફોન પર વાત કરનાર ૧૧૫ અને શીટ બેલ્ટનો ઉપયોગ ના કરનાર ૧૬૬ વાહનચાલકોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી વાહનમાં માલ સામાન ભરેલ હોય અને તાલપત્રી ના લગાવી હોય તેવા ૪૮ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા છે વાહન ચેકિંગ દરમિયાન કુલ તું ૫,૯૨,૪૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો