Jamnagar, તા.24
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાના મોહમાં યુવાનો કાયદા અને જીવ બંનેને દાવ પર લગાવી રહ્યા છે. હાલ ઓખા-દ્વારકા હાઈવે પરના સ્ટંટના વીડિયો બાદ, આજે ફરી એકવાર ખંભાળિયા દ્વારકા હાઈવે પર જીવલેણ સ્ટંટનો નવો વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન ફૂલ સ્પીડે જતી બાઈક પર બંને હાથ છોડીને જોખમી સ્ટંટ કરી રહ્યો છે. ટ્રાફિકથી ધમધમતા આ હાઈવે પર પોતાની સાથે અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂકી આ યુવાને સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે આ પરાક્રમ કર્યું હોવાનું જણાય છે.
સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે હાઈવે પર પોલીસની હાજરી હોવા છતાં આવા સ્ટંટબાજોને કોઇનો ડર નથી? ટ્રાફિકના નિયમોની સરેઆમ ધજ્જિયા ઉડાવતા આ વીડિયોએ પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે, વાયરલ વીડિયોના આધારે પોલીસ આ ‘સ્ટંટબાજ’ યુવાન વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાનો સ્ટંટબાજ પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સોશિયલ મીડિયામાં વાયરલ થવા અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં યુવાનો હવે કાયદા અને જીવ બંનેને જોખમમાં મૂકી રહ્યા છે. ખંભાળિયા દ્વારકા હાઈવે પર જીવલેણ સ્ટંટ કરી રહેલા એક યુવાનનો વીડિયો પ્રસારિત થતા ગણતરીના સમયમાં જ પોલીસે કાયદાનું ભાન કરાવી સ્ટંટબાજની અટકાયત કરી છે.

