Morbi,તા.18
વસંત પ્લોટમાં રહેતા નિવૃત BSNL કર્મચારીએ ઘર સામે પોતાનું એકટીવા રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના વસંત પ્લોટ ૮ માં રહેતા મહેશભાઈ ભાઈલાલભાઈ જોષીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રાત્રીના સમયગાળા દરમિયાન ફરિયાદીએ પોતાનું એકટીવા જીજે ૦૩ એચજી ૪૦૧૮ કીમત રૂ ૧૫ હજાર વાળું ઘરની સામે રાખ્યું હતું જે એકટીવા અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે