Gandhinagarતા.૧૭
જાણીતા ફિલ્મસ્ટાર વિવેક ઓબેરોય આજે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. ગુજરાત મુલાકાતે આવેલા વિવેક ઓબેરોયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આમ તો હું ફિલ્મ સ્ટાર છું પરંતુ ગુજરાતનો રૂણી એટલા માટે છું કે ગુજરાત મારા બિઝનેસ માટેની કર્મભૂમિ રહી છે. ગુજરાતની માટીમાંથી હું બિઝનેસના પાઠ શીખ્યો છું. ગુજરાતમાં અમારી યુનિવર્સિટી છે. જે સારું કામ કરી રહી છે. ગુજરાત ઇકોનોમીનું ગ્રોથ એન્જિન પણ છે. ગુજરાતમાં વિકાસની નવી તકો પણ ઊભી થઈ છે. વિદેશમાં આપણું વર્ચસ્વ પણ થઈ ગયું છે.
ગુજરાતમાં રોકાણ મુદ્દેની વાત કરતા વિવેક ઓબેરોયે જણાવ્યું કે, ગુજરાતને ઇન્ટરનેશનલ લેવલ પર કેવી રીતે લઈ જવાય સાથે જ વૈશ્વિક ફલક પર કેવી રીતે લઈ જવાય તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિવેક ઓબેરોયે વાર્તાલાપ પણ કર્યો હતો.વિવેક ઓબેરોયે કહ્યું કે, સોશિયલ ઇમ્પેક્ટ અને પ્રોફિટમાં કેવી રીતે આગળ વધી શકાય તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારું માર્ગદર્શન પણ આપ્યું છે. ગુજરાતની ઇકોનોમી દુનિયા માટે એક ઉદાહરણરૂપ છે. આમ તો વિદેશોમાં ગુજરાત અર્થશાસ્ત્ર જેવા સ્પેશિયલ વિષયો માટે અભ્યાસ પણ આપવામાં આવે છે. ગુજરાતની કંપનીઓને વિદેશ લઈ જવા માટે પણ પ્રયત્ન કરીશું.
સમગ્ર મુદ્દે વિવેક ઓબેરોયે કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદા ઇન્વાઇટ કરશે તો જરૂર આવીશ અને ગુજરાતમાં રોકાણ પણ કરીશ. રણવીર અલ્હાબાદિયાના વિવાદ પર વિવેકે જણાવ્યું કે, મને ખૂબ ખરાબ લાગ્યું કે હું તેને નથી ઓળખતો પણ રણવીરના કોન્ટેન્ટ મેં જોયા છે જે ઘણા સારા છે પણ તેની જોડે આવી અપેક્ષા નહોતી કે લોકો એની પર ગુસ્સો કરે. હું નથી જાણતો એનું પરિણામ શું આવશે ઈશ્વર એમને સદબુદ્ધિ આપે