૧૨ નવેમ્બરે સોનાલી બેન્દ્રે અને તેના પતિ ગોલ્ડી બ્હલે ૨૨ મી એનિવર્સરી ઉજવી હતી
Mumbai, તા.૧૯
એવા ઘણા સેલેબ્રિટીઝ છે, જેઓ પાર્ટીઝ કે ઇવેન્ટ્સમાં બ્લૅક ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. ઘણા લોકો એવું માને છે કે બ્લૅક કપડામાં વ્યક્તિ વધુ પાતળી અને સ્લિમ દેખાય છે. તો ઘણા લોકો કેટલીક માન્યતાને કારણે પણ બ્લૅક ડ્રેસ પહેરતા હોય છે. તાજેતરમાં સોનાલી બેન્દ્રેએ ખુલાસો કર્યો છે કે, તેને બ્લૅક કપડાં પહેરવા ગમે છે. તાજેતરમાં સોનાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેણે એક એન્કલ લેંથનો બ્લૅક ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે તેણે ગોલ્ડન ડ્રોપ ઇઅરિંગ્ઝ પહેરી હતી. સાથે બિલકુલ સાદગીભર્યો હળવો મેક અપ કર્યો હતો, જ્યારે હેરસ્ટાઇલમાં એક બન બનાવ્યું હતું. આ તસવીરો સાથેની કૅપ્શનમાં તેણે લખ્યું, “મારા કપડાંની જેમ, જેવી મને કૉફી ગમે છેઃ બ્લૅક!”૧૨ નવેમ્બરે સોનાલી બેન્દ્રે અને તેના પતિ ગોલ્ડી બ્હલે ૨૨ મી એનિવર્સરી ઉજવી હતી. આ નિમિત્તે સોનાલીએ એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેમની રોમેન્ટિક યાદો તાજી કરી હતી. સોનાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો હતો. તેની સાથે કૅપ્શનમાં તેણે લખ્યું, “૨૨ ગોલ્ડી બ્હલ”. આ કૅપ્શન સરળ હતી, સાથે પોસ્ટ થયેલો વીડિયો તેમના સંબંધની મજબૂતી દર્શાવતો હતો. તેની સાથે તેણે દો પત્તી ફિલ્મનું “મૈયા” ગીત મૂક્યું હતું. તેણે લખ્યું, “ત્યારે. હાલ. હંમેશા.” આ વીડિયોમાં એક તસવીર ૧૨ નવેમ્બર, ૨૦૦૨માં તેમના લગ્નની પણ હતી. સોનાલી અને ગોલ્ડીએ વૈભવી લગ્ન કર્યા હતા. જેમાં એ વખતના મુંબઇના મુખ્ય મંત્રી વસંતરાવ દેશમુખ સહીત ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. સોનાલીની કોઈ ફિલ્મ ઘણા વર્ષોથી જોવા મળી નથી, પરંતુ તાજેતરમાં તેની એક વૅબ સિરીઝ આવી છે અને તે કેટલાક રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળે છે.