Ahmedabad,તા.31
નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકાસ કરી રહેલ અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ30 જૂન 2025 ના રોજ પૂરા થતાં પ્રથમ ત્રિમાસિક સમયગાળા માટેના જાહેર કરેલા નાણાકીય પરિણામોમાં નોંધપાત્ર વૃદ્ધિ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે.
તદ્દનુસાર નવીનીકરણીય ઉર્જાના કામકાજની ક્ષમતા વાર્ષિક ધોરણે 45% વધીને 15.8 ગીગાવોટ થઇ છે જે ભારતની સતત સૌથી મોટી છે. આ સમયગાળામાં ગ્રીનફિલ્ડમાં 1.6 અને છેલ્લા એક વર્ષમાં 4.9 ગીગાવોટનો ઉમેરો થતા ભારતની નવીનીકરણીય સફરમાં અભૂતપૂર્વ સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે.વૈશ્વિક સ્તરે વૈકલ્પિક વીજળીના સબ સેક્ટરમાં FTSE Russell ઇએસજી સ્કોરમાં પ્રથમ ક્રમે છે.
વાર્ષિક ધોરણે ઉર્જાનું વેચાણ 42% વધીને 10,479 મિલિયન યુનિટ્સ થયું છે. 3 વર્ષ પહેલાં નાણાકીય વર્ષ-22ના ઉર્જાના વેચાણ કરતા ઉક્ત સમયગાળામાં જ વાર્ષિક ઉર્જા વેચાણ કરતાં વધુ છે. જ્યારે વાર્ષિક ધોરણે આ સમય ગાળામાં 31% વૃદ્ધિ સાથે આવક રૂ. 3,312 કરોડ થઇ છે. જે નાણાકીય વર્ષ–૨૫ના સમાન ગાળામાં રુ. 2,528કરોડ હતી.અહેવાલના સમય ગાળામાં વાર્ષિક ધોરણે પાવર સપ્લાયમાંથી EBITDA 31% વધીને રૂ.3,108 કરોડ રહ્યો છે. જે ગત નાણાકીય વર્ષના સરખા સમય દરમિયાન રુ.2,374કરોડ હતો. ઇન્ડસ્ટ્રી લિડીંગ EBITDA માર્જિન 92.8% હાંસલ થયો છે. જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં 92.6%હાંસલ થયો હતો.વાર્ષિક ધોરણે રોકડ નફો 25% વધીને રૂ.1,744 કરોડ થયો છે, જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં રુ.1,394કરોડ હતો.
ગુજરાતના ખાવડા અને રાજસ્થાનમાં સમૃધ્ધ સંસાધનસભર સાઇટમાં નવી ક્ષમતાની તહેનાતી સાથે રીન્યુએબલ એનર્જીની અદ્યતન ટેક્નોલોજીઓના ઉપયોગના કારણે મજબૂત આવક,EBITDA અને રોકડ નફામાં વૃદ્ધિ મુખ્યત્વે ગ્રીનફિલ્ડ ક્ષમતામાં 4.9 ગીગાવોટનો મજબૂત ઉમેરો થયો છે.
અદાણી ગ્રીન એનર્જીના સી.ઇ.ઓ. શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાંગુજરાતમાં ખાવડા તેમજ અન્ય સંસાધનથી સમૃદ્ધ સાઇટ્સના મોટા પાયે વિકાસમાં શ્રેષ્ઠ ઓપરેશનલ પ્રદર્શન અને ઇન્ડસ્ટ્રી બેસ્ટ EBITDA માર્જિન એ બન્નેના સંદર્ભમાં અમારા રોકાણો સંગીન પરિણામો આપી રહ્યા છે. અમે બેટરી સ્ટોરેજની સાથે ઓછામાં ઓછા 5 ગીગાવોટ હાઇડ્રો પમ્પ સ્ટોરેજ સાથે 2030 સુધીમાં 50 ગીગાવોટ ક્ષમતાના અમારા લક્ષ્યાંકને સિધ્ધ કરવાના માર્ગ ઉપર છીએ. ભવિષ્યમાં બેટરી સ્ટોરેજ એ પણ આપણી ભાવિ વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે એમ તેમણે કહ્યું હતું.