હુરુન ઇન્ડિયા રિપોર્ટમાં સાગર અદાણીના વિઝનનીપ્રસંશા
Mumbai,તા.17
અદાણી ગ્રીન એનર્જીનેફરી એકવાર પ્રતિષ્ઠિત બહુમાન મળ્યુ છે. વિખ્યાતહુરુન ઇન્ડિયા – એવેન્ડસ વેલ્થ અંડર 30 ઇન્ડિયા 2025 રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 30 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ દ્વારા સંચાલિત ભારતની ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. 30 વર્ષીય સાગર અદાણી દ્વારા સંચાલિત, રિન્યુએબલએનર્જી જાયન્ટ ભારતના કોર્પોરેટ લેન્ડસ્કેપમાં સ્થાન જમાવી રહી છે.તે નવીનતા અને વૃદ્ધિને આગળ ધપાવવામાં યુવા નેતૃત્વના ઉદયને પ્રકાશિત કરે છે.
યુવા ઉદ્યોગસાહસિકો અને અધિકારીઓની સિદ્ધિઓની ઉજવણી કરતા હુરુન રિપોર્ટમાંઅદાણી ગ્રીન એનર્જીએ ટોચના પાંચમાં સ્થાન મેળવ્યુ છે. ૪,૧૦૭ કર્મચારીઓના કાર્યબળ સાથેઅદાણી ગ્રીન એનર્જી સ્કેલ અને ઇમ્પેક્ટ બંને રીતે એક પાવરહાઉસ તરીકે ઉભરી આવી છે, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં તે ખૂબ મહત્વપૂર્ણ છે.
સાગર અદાણીના નેતૃત્વ હેઠળઅદાણી ગ્રીન એનર્જી સ્વચ્છ ઉર્જામાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવી છે, જે ભારતની ટકાઉ ઉર્જા તરફના સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. કંપનીના ઝડપી વિસ્તરણ અને કાર્યકારી શ્રેષ્ઠતાએ તેને વૈશ્વિક મંચ પર પ્રશંસા મેળવી છે.જેમાં ભારતના રિન્યુએબલ ઉર્જા લક્ષ્યો સાથે સુસંગત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ છે.
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે”સાગર અદાણીના વિઝને અદાણી ગ્રીન એનર્જી દ્વારા ભારતના સ્વચ્છ ઉર્જામાં ભવિષ્યના પાયાના પથ્થર તરીકે સ્થાન આપ્યું છે, જેમાં ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરતા કંપનીની ક્ષમતાની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે”.
૩૦ વર્ષથી ઓછી ઉંમરના પ્રમોટર્સ સંચાલિત કંપનીઓમોટેભાગે પ્રારંભિક વૃદ્ધિના તબક્કામાં હોય છે, જ્યારે અદાણી ગ્રીન એનર્જી એક લિસ્ટેડ એન્ટિટી છે.જે તેની પરિપક્વતા અને માર્કેટપ્રેજન્સ પર ભાર મૂકે છે. હુરુન રિપોર્ટ આ બાબતને પ્રકાશિત કરતા નોંધે છે કે કંપનીની સિદ્ધિઓ ફાઇનાન્સ અને મેન્યુફેક્ચરિંગથી લઈને ફૂડ અને ઉર્જા સુધીના વિવિધ ક્ષેત્રોમાં યુવા નેતાઓના વ્યાપક વલણને પ્રતિબિંબિત કરે છે.
ટોપ-5માં અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ રોજગાર સર્જન અને ટકાઉ વિકાસમાં તેના યોગદાનની પણ ઉજવણી કરે છે.અદાણી ગ્રીન એનર્જીનું યુવા નેતૃત્વ મોટા પાયે ઉદ્યોગોને હરિયાળા અનેવધુ નવીન ભવિષ્ય તરફ દોરી જવા એક મહત્વપૂર્ણ માપદંડ સ્થાપિત કરી રહ્યું છે.