Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૨૧ વર્ષીય બેટ્‌સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી

    August 29, 2025

    30 ઓગસ્ટ નું રાશિફળ

    August 29, 2025

    30 ઓગસ્ટ નું પંચાંગ

    August 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૨૧ વર્ષીય બેટ્‌સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી
    • 30 ઓગસ્ટ નું રાશિફળ
    • 30 ઓગસ્ટ નું પંચાંગ
    • તંત્રી લેખ…ભારતની તૈયારી, ટ્રમ્પના ટેરિફનો ઉકેલ શું છે?
    • Ram Setu ને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માગ મુદ્દે સુપ્રીમની કેન્દ્રને નોટિસ
    • Thailand ના વડાપ્રધાન Phaythongthayn Shinawatra ને પદ પરથી હટાવ્યા
    • ચાર નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું
    • Tariff impact! ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Adani પોર્ટફોલિયોનું વિક્રમી પ્રદર્શન; TTM EBITDA રુ. 90,000 કરોડના સિમાચિહ્નનને પાર
    વ્યાપાર

    Adani પોર્ટફોલિયોનું વિક્રમી પ્રદર્શન; TTM EBITDA રુ. 90,000 કરોડના સિમાચિહ્નનને પાર

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નાણા વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં EBITDA રુ. 23,793 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે

    Ahmedabad,તા.29

    માળખાકીય સુવિધાઓના નિર્માણ ક્ષેત્રના ભારતના સૌથી મોટા અદાણી સમૂહે આજે ટ્રેલિંગ-ટ્વેલ્વ-મહિના (TTM) અને નાણાકીય વર્ષ-26ના ત્રિમાસિક સમયગાળા દરમિયાન  અદાણી પોર્ટફોલિયોએ તેના ક્રેડિટ પ્રદર્શન સહિતના નાણાકીય પ્રદર્શનની જાહેરાત છે.

    તદૃનુસાર અદાણી પોર્ટફોલિયોએ પ્રથમ વખત છેલ્લા બાર મહિનાના ધોરણે રુ. ૯૦,૦૦૦ કરોડનો EBITDAના સીમાચિહ્નન આંકને વટાવ્યો કર્યો છે, ત્રિમાસિક સમયગાળામાં પણ EBITDA પણ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ મજબૂત પ્રદર્શન ખાસ કરીને તેના ઇન્ક્યુબેટિંગ વ્યવસાયો અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ (AEL) હેઠળના એરપોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ અને સેઝ તેમજ અંબુજા સિમેન્ટ્સમાં સતત વૃદ્ધિને આભારી છે. આ વ્યવસાયોના મજબૂત યોગદાનથી અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના વર્તમાન ઘટાડાને સરભર કરવામાં આવ્યો છે. AELના વર્તમાન વ્યવસાયમાં નકારાત્મક વૃદ્ધિ મુખ્યત્વે IRM (ઇન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ) ના વેપાર વોલ્યુમમાં ઘટાડો અને સૂચકાંકના ભાવમાં અસ્થિરતાને કારણે છે. EBITDAમાં સતત વૃધ્ધિ રુ. 1.5- રુ. 1.6 લાખ કરોડના આયોજિત વાર્ષિક મૂડી ખર્ચ માટે મજબૂત ટેકો પૂરો પાડે છે.

    ક્રેડિટ તરફે પોર્ટફોલિયો-લેવલ લિવરેજ EBITDA ના ચોખ્ખા દેવાના 2.6 ગણા સાથે વૈશ્વિક સ્તરે સૌથી નીચા સ્તરે રહ્યું છે, જ્યારે રોકડમાં રુ. 53,843 કરોડની ઊંચી લિક્વીડીટી જળવાઇ રહી છે.

    નાણાકીય પ્રદર્શનની વિગતો અનુસાર વાર્ષિક ધોરણે 10% વૃધ્ધિ સાથે અત્યાર સુધીનો સૌથી વધુ ટ્રેઇલિંગ-ટ્વેલ્વ-માસ (TTM) EBITDA રુ. 90,572 કરોડે પહોંચ્યો છે. જયારે નાણાકીય વર્ષ-26ના પ્રથમ ક્વાર્ટરમાં EBITDA રુ. 23,793 કરોડ રહ્યો છે જે આજ સુધીનો સૌથી વધુ છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ હેઠળના ઇન્ક્યુબેટિંગ એવા ઉપયોગીતા, પરિવહન જેવા મુખ્ય માળખાકીય વ્યવસાયોનો આ સમયગાળામાં EBITDA નો હિસ્સો 87% છે ઇન્ક્યુબેટિંગ માળખાકીય વ્યવસાયો એરપોર્ટ, સોલાર અને વિન્ડ મેન્યુફેક્ચરિંગ તથા રોડની અસ્ક્યામતો પહેલીવાર રૂ.10,000 કરોડ EBITDA ને વટાવી ગઇ છે.

    ૩૧ માર્ચ ૨૦૨૫ ના અંતે કરવેરા બાદના કામકાજ અથવા રોકડ ભંડોળનો પ્રવાહ વિક્રમજનક રુ.૬૬,૫૨૭ કરોડ રહ્યો હતો.

    નાણાકીય વર્ષ ૨૫માં અસ્ક્યામતોમાં રુ.૧.૨૬ લાખ કરોડનો ઉમેરો થતા અસ્ક્યામતોના મજબૂત આધાર રુ.૬.૧ લાખ કરોડ થયો છે. માળખાકીય ક્ષેત્રના વૈશ્વિક ખેલાડીઓની તુલનામાં સૌથી નીચું EBITDA માં ચોખ્ખું દેવું ૨.૬ ગણું રહ્યું હતું.

    ઓછામાં ઓછા આગામી ૧૨ માસ માટે દેવાની સ્થિતિને આવરી લેવા માટે કુલ દેવાના ૧૯% જેટલી રુ.૫૩,૮૪૩ કરોડની રોકડ બેલેન્સ જે પૂરતી લિક્વીડીટી છે.

    ટ્રેઇલિંગ-ટ્વેલ્વ માસની ક્ષેત્રવાર વિગતો મુજબ ઉપયોગિતાના ક્ષેત્રે વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ ત્રિમાસિકના રુ.૪૧,૭૨૨ની તુલનાએ જૂન-૨૫ના અંતે ૪.૬%ની વૃધ્ધિ સાથે રુ.૪૩,૬૩૩ કરોડ આવક થઇ હતી જ્યારે નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં ૨.૨%ની વૃધ્ધિ સાથે રુ.૧૧,૬૩૮ કરોડ સામે નાણા વર્ષ-૨૬ના સમાનગાળામાં રુ.૧૧,૮૯૫ કરોડ થઇ છે. પરિવહન ક્ષેત્રમાં વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ ત્રિમાસિકના રુ.૧૮,૪૦૫ કરોડની તુલનાએ નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં ૧૪.૯%ની વૃધ્ધિ સાથે રુ.૨૧,૧૫૪ આવક થઇ હતી. જ્યારે જૂન-૨૫ના પ્રથમ ક્વાર્ટરના અંતે રુ.૫,૨૬૫ કરોડ સામે ચાલુ નાણાકીય વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૧૩.0%ની વૃધ્ધિ સાથે આવક રુ.૫,૯૪૯ કરોડ થઇ છે.

    અદાણી એન્ટરપ્રાઇઝના માળખાકીય વ્યવસાયોના ક્ષેત્રમાં વાર્ષિક ધોરણે જૂન-૨૪ના ટ્રેઇલિંગ-ટ્વેલ્વ માસ અંતર્ગત રુ.૭,૩૧૮ કરોડ સામે જૂન -૨૫ના અંતે ૩૯.૬% ની વૃધ્ધિ સાથે રુ.૧૦,૨૧૯ કરોડ રહ્યો હતો. જ્યારે નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં રુ.૨,૬૯૧ કરોડની સામે નાણાકીય વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૫% વૃધ્ધિ સાથે રુ.૨,૮૨૫ કરોડ રહ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝના માળખાકીય વ્યવસાયમાં  કુલ વાર્ષિક ધોરણે જૂન-૨૪માં રુ.૬૭,૪૪૫ કરોડ સામે નાણા વર્ષ-૨૫ના જૂનના અંતે ૧૧.૨%ની વૃધ્ધિ સાથે રુ.૭૫,૦૦૬ કરોડ રહ્યો હતો. જયારે નાણા વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાંરુ.૧૯,૫૯૪ કરોડમાં ૫.૫%ની વૃધ્ધિ સાથે જૂન-૨૬ના સમાનગાળામાં રુ.૨૦,૬૬૯ કરોડ TTM રહ્યો હતો.

    સંલગ્ન સિમેન્ટ વ્યવસાયમાં જૂન-૨૪ના અંતે રુ.૭,૨૯૧ કરોડ સામે જૂન-૨૫ના અંતે ૨૬.૯%ની વૃધ્ધિ સાથે  TTM રુ.૯,૨૪૯ કરોડ રહ્યો હતો. નાણાકીય વર્ષ-૨૫ના સમાન ગાળામાં રુ.૧,૬૩૮ કરોડની તુલનાએ ૩૬.૯%ની વૃધ્ધિ સાથે નાણાકીય વર્ષ-૨૬ના સરખા ગાળામાં TTM રુ.૨,૨૪૨ કરોડ રહયો હતો. આ બન્ને ક્ષેત્રોનો કુલ TTM વાર્ષિક ધોરણે જૂન-૨૪ના અંતે રુ.૭૪,૭૩૬ કરોડ સામે જૂન-૨૫ના સરખા સમયમાં ૧૨.૭%ની વૃધ્ધિ સાથે રુ.રુ.૮૪,૨૫૫ કરોડ રહ્યો હતો. જ્યારે જૂન-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે રુ.૨૧,૨૩૨ કરોડ સામે નાણા વર્ષ-૨૬ના સમાન સમયમાં ૭.૯%ની વૃધ્ધિ સાથે રુ.૨૨,૯૧૧ કરોડ TTM રહ્યો હતો. એન્ટરપ્રાઇઝીસના હાલના વ્યવસાયોનો TTMની વિગત મુજબ વાર્ષિક ધોરણે જૂન-૨૪માં રુ.૭,૭૬૬ કરોડ સામે જૂન-૨૫માં ૧૮.૭%ની વૃધ્ધિ સાથે રુ.૬,૩૧૭ કરોડ રહ્યો હતો. જ્યારે જૂન-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં રુ.૧,૭૯૬ કરોડ અને જૂન-૨૬ના સમાનગાળામાં ૫૦.૯%ની વૃધ્ધિ સાથે રુ.૮૮૨ કરોડ રહ્યો હતો. આમ પોર્ટફોલિયોનો EBITDA વાર્ષિક ધોરણે જૂન-૨૪માં રુ.૮૨,૫૦૨ કરોડ સામે જૂન-૨૫માં ૯.૮%ની વૃધ્ધિ સાથે રુ.૯૦,૫૭૨ કરોડ રહ્યો હતો. જ્યારે વાર્ષિક ધોરણે જૂન-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં રુ.૨૩,૦૨૮ કરોડ સામે નાણા વર્ષ-૨૬ના સરખા ગાળામાં ૩.૩%ની વૃધ્ધિ સાથે રુ.૨૩,૭૯૩ કરોડ રહ્યો છે.

    અદાણી પોર્ટફોલિયોની દરેક કંપનીઓના નાણાકીય પ્રદર્શનની વિગતો મુજબ  ઈનક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝનો EBITDA  વાર્ષિક ધોરણે જૂન-૨૪માં TTM રુ.૧૫,૦૮૪ કરોડની સામે જૂન-૨૫માં ૯.૬%ની વૃધ્ધિ સાથે રુ.૧૬,૫૩૬ કરોડ રહ્યો હતો. જ્યારે જૂન-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં રુ.૪,૪૮૭ કરોડ સામે વાર્ષિક ધોરણે ૧૭.૪%ની વૃધ્ધિ સાથે નાણા વર્ષ-૨૬ના સરખા ગાળામાં રુ.૩,૭૦૭ કરોડ રહ્યો છે. ઉપયોગીતા કંપની અદાણી ગ્રીન એનર્જીનો વાર્ષિક ધોરણે જૂન-૨૪માં TTM રુ.૯,૫૭૯ કરોડ સામે જૂન-૨૫માં ૧૫.૦%ની વૃધ્ધિ સાથે રુ.૧૧,૦૨૦ કરોડ રહ્યો હતો. નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષીક ધોરણે રુ.૨,૮૭૬ કરોડ સામે જૂન-૨૬ના સમાન સમયમાં ૧૭.0%ની વૃધ્ધિ સાથે રુ.૩,૩૬૪ કરોડ રહ્યો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સનો વાર્ષિક ધોરણે TTM જૂન-૨૪માં રુ.૬,૭૦૭ કરોડ સામે જૂન-૨૫માં ૧૯.૩%ની વૃધ્ધિ સાથે રુ.૮,૦૦૨ કરોડ રહ્યો હતો. નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે રુ.૧,૭૬૨ કરોડ સામે જૂન-૨૬ના સમાનગાળામાં ૧૪.૫% વૃધ્ધિ સાથે રુ.૨,૦૧૭ કરોડ રહ્યો હતો. અદાણી પાવરનો વાર્ષિક ધોરણે TTM જૂન-૨૪માં રુ.૨૪,૨૨૫ કરોડ સામે જૂન-૨૫માં ૩.૩%ની વાર્ષિક ધોરણે વૃધ્ધિ સાથે રુ.૨૩,૪૩૦ કરોડ થયો હતો. જ્યારે નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં રુ.૬,૬૯૫ કરોડ સામે નાણાકીય વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૭.૩%ની વૃધ્ધિ સાથે રુ.૬,૨૦૮ કરોડ રહ્યો હતો. અદાણી ટોટલ ગેસ વાર્ષિક ધોરણે TTM જૂન-૨૪માં રુ.૧,૨૧૨ કરોડ સામે જૂન-૨૫માં ૨.૬%ની વાર્ષિક ધોરણે વૃધ્ધિ સાથે રુ.૧,૧૮૧ કરોડ થયો હતો. જ્યારે નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં રુ.૩૦૪ કરોડ સામે નાણાકીય વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૦.૭%ની વૃધ્ધિ સાથે રુ.૩૦૬ કરોડ રહ્યો હતો. પોટંફોલિયોના પરિવહન વ્યવસાય ક્ષેત્રની અદાણી પોર્ટ્સ અને સેઝનો વાર્ષિક ધોરણે TTM જૂન-૨૪માં રુ.૧૮,૦૪૫ કરોડ સામે જૂન-૨૫માં ૧૭.૨%ની વાર્ષિક ધોરણે વૃધ્ધિ સાથે રુ.૨૧,૧૫૪ કરોડ થયો હતો. જ્યારે નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે રુ.૫૨૬૫ કરોડ સામે નાણાકીય વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૧૩.૨%ની વૃધ્ધિ સાથે રુ.૫,૯૫૯ કરોડ રહ્યો હતો  સંલગ્ન અદાણી (અંબુજા સિમેન્ટ)નો વાર્ષિક ધોરણે TTM જૂન-૨૪માં રુ.૭,૨૯૧ કરોડ સામે જૂન-૨૫માં ૨૬.૯%ની વાર્ષિક ધોરણે વૃધ્ધિ સાથે રુ.૯,૨૪૯ કરોડ થયો હતો. જ્યારે નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે રુ.૧,૬૩૮ કરોડ સામે નાણાકીય વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૩૬.૯%ની વૃધ્ધિ સાથે રુ.૨,૨૪૨ કરોડ રહ્યો હતો

    અદાણી પોર્ટફોલિયોની કંપનીઓનો વાર્ષિક ધોરણે TTM જૂન-૨૪માં રુ.૮૨,૫૦૨ કરોડ સામે જૂન-૨૫માં ૯.૮%ની વાર્ષિક ધોરણે વૃધ્ધિ સાથે રુ.૯૦,૫૭૨ કરોડ થયો હતો. જ્યારે નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે રુ.૨૩,૨૦૭ કરોડ સામે નાણાકીય વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૩.૩%ની વૃધ્ધિ સાથે રુ.૨૩,૭૯૩ કરોડ રહ્યો હતો.

    અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. હસ્તકના ઇન્ક્યુબેટેડ વ્યવસાયો  ઉંચી વૃધ્ધિના માર્ગે છે.તદૃનુસાર ANIL એ દેશના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ ભારતના સર્વ પ્રથમ ઓફ-ગ્રીડ પાંચ મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પાઇલટ પ્લાન્ટને સફળતાપૂર્વક કાર્યરત કર્યો છે, નિર્માણ હેઠળના ૮માંથી ગંગા એક્સપ્રેસવે સહિત ૭ પ્રકલ્પો ૭૦% થી વધુ પૂર્ણ થયા છે.

    નાણાકીય વર્ષ 26 ના પહેલા ત્રિમાસિકમાં પ્રવાસીઓની અવરજવર વાર્ષિક ધોરણે ૩%વધીને ૨૩.૪ મિલિયન અને  કાર્ગો મૂવમેન્ટ વાર્ષિક ધોરણે ૪%વધીને ૦.૨૮ મિલીયન મેટ્રિક ટન થઈ છે. અદાણી ગ્રીન એનર્જીના કામકાજની ક્ષમતા ૩,૭૬૩ મેગાવોટ સોલાર, ૫૮૫ મેગાવોટ પવન ઉર્જા પ્લાન્ટ અને ૫૩૪ મેગાવોટ હાઇબ્રિડ પાવર પ્લાન્ટના ઉમેરા સાથે  વાર્ષિક ધોરણે ૪૫%વધીને ૧૫,૮૧૬ મેગાવોટ થઈ છે.

    અદાણી એનર્જી સોલ્યુશન્સએ એક નવો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ WRNES તલેગાંવ લાઇન સુરક્ષિત કરવાના કારણે બાંધકામ હેઠળની ઓર્ડર બુક રુ. ૫૯,૩૦૪ કરોડ થઈ છે.

    અદાણી પોર્ટ્સ અને સેઝનું કાર્ગોનું વોલ્યુમ નાણા વર્ષ 26 ના પહેલા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ૧૧%થી વધુ વધીને ૧૨૧ મિલીયન મેટ્રિક ટન થયું છે.અદાણી સિમેન્ટ્સ (અંબુજા) ની સિમેન્ટ ક્ષમતા વાર્ષિક ૧૦૫ MTPA છે, જે માર્ચ ૨૦૨૬ સુધીમાં ૧૧૮ MTPA ની આયોજિત ક્ષમતા પ્રાપ્ત કરવા માટે સજ્જ છે.

     

     

    Adani portfolio TTM EBITDA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Tariff impact! ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે

    August 29, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 29, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 29, 2025
    અન્ય રાજ્યો

    Bihar માં ૨,૪૦૦ મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત

    August 29, 2025
    અમદાવાદ

    Adani Green Energy ની મજબૂતી પર મહોર, સ્થિર આઉટલુક સાથે રેટિંગ અપગ્રેડ

    August 29, 2025
    અમદાવાદ

    ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા Gautam Adani નું આહ્વાન

    August 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૨૧ વર્ષીય બેટ્‌સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી

    August 29, 2025

    30 ઓગસ્ટ નું રાશિફળ

    August 29, 2025

    30 ઓગસ્ટ નું પંચાંગ

    August 29, 2025

    તંત્રી લેખ…ભારતની તૈયારી, ટ્રમ્પના ટેરિફનો ઉકેલ શું છે?

    August 29, 2025

    Ram Setu ને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માગ મુદ્દે સુપ્રીમની કેન્દ્રને નોટિસ

    August 29, 2025

    Thailand ના વડાપ્રધાન Phaythongthayn Shinawatra ને પદ પરથી હટાવ્યા

    August 29, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૨૧ વર્ષીય બેટ્‌સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી

    August 29, 2025

    30 ઓગસ્ટ નું રાશિફળ

    August 29, 2025

    30 ઓગસ્ટ નું પંચાંગ

    August 29, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.