Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ

    November 27, 2025

    Adani Global Indology Conference માં આધુનિક રામ અને કૃષ્ણનો અદભૂત સંવાદ યોજાયો

    November 27, 2025

    Gautam Adani ની ઇન્ડોલોજી મિશનને રુ.૧૦૦ કરોડની સખાવતની જાહેરાત

    November 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ
    • Adani Global Indology Conference માં આધુનિક રામ અને કૃષ્ણનો અદભૂત સંવાદ યોજાયો
    • Gautam Adani ની ઇન્ડોલોજી મિશનને રુ.૧૦૦ કરોડની સખાવતની જાહેરાત
    • Mrs. Sudha Murthy ની પ્રેરક હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સ 2025નો આરંભ
    • વર્ષ 2026 ના પહેલા છ માસમાં Adani નું સંગીન પ્રદર્શન
    • Surendaranagar: એસઓજી પોલીસે હરતું ફરતું પેટ્રોલ પંપ ઝડપી લીધું..!
    • Surendaranagar: ચોટીલાના શખ્સને ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફટકારી
    • Junagadh: APK ફાઇલના આધારે ફોન હેક કરીને વધુ એક છેતરપીંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»વર્ષ 2026 ના પહેલા છ માસમાં Adani નું સંગીન પ્રદર્શન
    અમદાવાદ

    વર્ષ 2026 ના પહેલા છ માસમાં Adani નું સંગીન પ્રદર્શન

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2025No Comments8 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રૂ. 67,870 કરોડ (USD 7.6 બિલિયન) નો મજબૂત મૂડીખર્ચ:

    EBITDA વધીને રૂ. 92,943 કરોડ (USD 10.4 બિલિયન)

    ‘AAA’ રેટેડ સંપત્તિ EBITDA નું યોગદાન 52%

    Ahmedabad,તા.27

    ભારતના માળખાકીય અને ઉપયોગીતાના ક્ષેત્રના ટોચના અદાણી પોર્ટફોલિયોએ ​​તેના નાણાકીય વર્ષ -26ના છ માસિક નાણાકીય પ્રદર્શન તથા ક્રેડિટ સંબંધી પરિણામોનો સારાંશ આજે જાહેર કર્યો હતો. જે પોર્ટફોલિયો કંપનીઓના નાણાકીય પ્રદર્શનની ઝાંખી દર્શાવવા સાથે તેની મજબૂત ક્રેડિટ અને લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતાની વિગતે આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.

    આ જાહેરાત ફક્ત નવીનતમ નાણાકીય કામકાજ જ નહીં પરંતુ 2019 થી લાંબા સમયગાળા દરમિયાન અદાણી સમૂહના નાણાકીય પ્રદર્શન, મજબૂત ક્રેડિટ અને લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતાનો વ્યાપક દૃષ્ટિકોણ પણ પૂરો પાડે છે.

    આ ફળશ્રુતિ વિષે મંતવ્ય આપતા અદાણી સમૂહના ગ્રુપ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર શ્રી જુગેશિન્દર સિંઘે જણાવ્યું હતું કે અમારા મુખ્ય માળખાગત વ્યવસાયો મજબૂત ડબલ-ડિજીટ વૃદ્ધિ તરફ આગળ વધી રહ્યાછે, અમે  વિક્સિત ભારત કેપેક્સ સુપર સાયકલ સાથે સંરેખિત સૌથી મોટા કેપેક્સ પ્રોગ્રામ્સમાંથી એકનો અમલ કરીએ છીએ. તેની સાથોસાથ સંલગ્ન વ્યવસાયો પણ ગતિ સાધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ સમયગાળામાં વિપરીત મોસમી પરિબળો હોવા છતાં અમે અત્યાર સુધીનો સૌથી વધુ કેપેક્સ નોંધાવ્યો છે. અમારા માટે મહત્વની બાબત એ છે કે અમારા કરજના મેટ્રિક્સ મૂડીખર્ચને ₹1.5 લાખ કરોડ સુધી બમણો કર્યા પછી પણ માર્ગદર્શિત શ્રેણીથી નીચે રહ્યો છે જે મજબૂત નાણાકીય શિસ્તનો પૂરાવો આપે છે. આ નાણાકીય સ્થિતિ હાંસલ કરતા 25 વર્ષ લાગ્યા હતા, નવી સંપત્તિઓના  સમયપત્રક પર કાર્ય રત થતાં સંપત્તિ પર 15-16% વળતર ટકાવી રાખવાની અમારી અપેક્ષા છે.. અમારું સતત લક્ષ્ય દોષરહિત અમલીકરણ અને વિશ્વ-સ્તરીય કામગીરી પર રહે છે. વધતા AAA સ્થાનિક રેટિંગ સાથે અને સ્થિર USD રેટિંગને કારણે લાંબા ગાળાની અમારી માળખાગત સંપત્તિ વૈશ્વિક સંસ્થાઓ માટે વધુને વધુ આકર્ષક બની રહી છે.

    અદાણી સમૂહની પોર્ટફોલિયો કંપનીઓમાં ઉપયોગીતાનો વાર્ષિક ધોરણે EBITDA ગત નાણાકીય વર્ષના સરખા ગાળામાં રુ. ૨૨,૫૦૩ કરોડ સામે અવલોકન હેઠળના ઉક્ત સમય ગાળામાં 3.3%ની વૃધ્ધિ સાથે રુ.૨૩,૨૩૯ કરોડ જ્યારે TTM નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળામાં રુ.૪૧,૫૧૮ની સામે સપ્ટેમ્બર-૨૫ના અંતે TTM 6.3% વૃધ્ધિ સાથે રુ.૪૪,૧૩૩ કરોડ રહયો છે. પરિવહન વ્યવસાયમાં નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ છ માસિકમાં વાર્ષિક ધોરણે EBITDA રુ.૯,૯૩૮ સામે ચાલુ નાણાકીય વર્ષના સરખા ગાળામાં 22.0%ની વૃધ્ધિ સાથે રુ.૧૨,૧૨૫ રહ્યો છે. TTM નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળામાં રુ.૧૮, ૮૪૬ની સામે સપ્ટેમ્બર-૨૫ના અંતે TTM ૨૦.૨%ની વૃધ્ધિ સાથે રુ.22,658 કરોડ રહયો છે. અદાણી એન્ટરપ્રાઇઝીસના માળખાગત વ્યવસાયોમાં વર્ષ-૨૫ના પ્રથમ છ માસિકમાં વાર્ષિક ધોરણે EBITDA રુ.૫,૨૬૨ સામે ચાલુ નાણાકીય વર્ષના સરખા ગાળામાં 5.4%ની વૃધ્ધિ સાથે રુ.૫,૫૪૯ રહ્યો છે. જ્યારે TTM નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળામાં રુ.૮,૩૩૦ ની સામે સપ્ટેમ્બર-૨૫ના અંતે TTM 24.5% વૃધ્ધિ સાથે રુ.૧૦,૩૭૧ કરોડ રહયો છે. આમ આ ત્રણેય વ્યવસાયોનો વાર્ષિક ધોરણે કુલ EBITDA ગત નાણાકીય વર્ષના સરખા ગાળામાં રુ. ૪૪,૨૩૯ કરોડ સામે અવલોકન હેઠળના ઉક્ત સમય ગાળામાં ૧૧.૨%ની વૃધ્ધિ સાથે રુ.૪૭,૩૭૫ કરોડ રહ્યો છે.

    નાણાકીય વર્ષ 26 ના પહેલા અર્ધ વાર્ષિકમાં EBITDA રુ.47,375 કરોડ(USD 5.3 બિલિયન)ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો છે. જેના લીધે TTM EBITDA રુ.92,943 કરોડ (USD 10.4 બિલિયન) થયો છે. જે વાર્ષિક ધોરણે 11.2% વધુ છે. આ ગાળાના EBITDA નો 83% હિસ્સો ગ્રુપના કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ પરથી આવ્યો હતો, જેમાં અદાણી ગ્રીન એનર્જી લિ., અદાણી પાવર લિ., અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ., અદાણી ટોટલ ગેસ લિ. અદાણી પોર્ટ્સ અને SEZ લિ. તથા મુખ્ય ઇન્ક્યુબેટર કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.હેઠળના ઇન્ક્યુબેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો શામેલ છે: આ ક્ષેત્રો સ્થિર, લાંબા ગાળાના રોકડ પ્રવાહ પૂરો પાડી રહી છે

    મજબૂત અને સ્થિર રોકડ ઉપાર્જન કરવેરા બાદની રોકડ/ FFO રુ.65,016 કરોડ (USD 7.2 બિલિયન) પર રહયો છે., જે વ્યવસાયોના તંદુરસ્ત સંચાલનથી રોકડ પ્રવાહ દૃશાવે છે. નેટ ડેટ-ટુ-EBITDA 3x પર, પોર્ટફોલિયો કંપનીઓમાં માર્ગદર્શિત 3.5x–4.5x રેન્જથી નીચે છે, જે શિસ્તબદ્ધ મૂડી વ્યવસ્થાપનનું ઉદાહરણ છે.પોર્ટફોલિયો કંપનીઓએ તેમના મૂડીખર્ચ કાર્યક્રમોને વેગ આપ્યો હોવાથી છ માસ પહેલાની કરતા આ રકમ થોડી વધી છે. મજબૂત રોકડ પ્રવાહ અને નીચા લીવરેજ થકી સક્ષમ મૂડીની સતત પહોંચના પરિણામે નાણાકીય વર્ષ 26ના પહેલા છ મહિનામાં રુ67,870 કરોડની (USD 7.6 બિલિયન) રેકોર્ડ સંપત્તિ ઉમેરાઇ છે. જેના કારણે સંપત્તિનો કુલ આધાર રુ.6.77 લાખ કરોડ (USD 76 બિલિયન) થયો છે. અદાણી સમૂહ તેના નાણાકીય વર્ષ 26 ના મૂડીખર્ચની યોજનાને પૂર્ણ કરવાના માર્ગ પર છે. અદાણી પોર્ટફોલિયોના મુખ્ય ઇન્ક્યુબેટર, અદાણી એન્ટરપ્રાઇીઝીસે કુલ સંપત્તિમાં સૌથી મોટો રુ.17,595 કરોડ રૂપિયા (USD 2 બિલિયન)નો વધારો નોંધાવ્યો છે. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પાવરે અનુક્રમે રુ.12,314 કરોડ (USD 1.4 બિલિયન) અને રુ.11,761 કરોડ (USD 1.3 બિલિયન)ની મિલકતો ઉમેરી છે. નવી સંપત્તિઓ માટે નોંધપાત્ર મૂડી કાર્ય ચાલુ હોવા છતાં, ચાલુ નાણા વર્ષના પ્રથમ છ માસિકમાં ROA 15.1% રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે આ સૌથી વધુ ROA પૈકીનો એક છે. છેલ્લા છ વર્ષોમાં કુલ સંપત્તિઓમાં 3.5x થી વધુ વૃદ્ધિ છતાં પોર્ટફોલિયોએ સતત 15% થી વધુ ROA જાળવી રાખ્યો છે. હવે પોર્ટફોલિયો EBITDAના 52% AAA-રેટેડ સ્થાનિક અસ્ક્યામતોમાંથી આવે છે અને 90% AA- અને તેથી વધુમાંથી આવે છે. તુલના માટે એપ્રિલ 2019 માં, AAA સંપત્તિઓ અને AA- સંપત્તિઓમાંથી ફક્ત રુ.12,186 કરોડનું જ ઉપાર્જન થયું હતું. હવે તે 7.5 ગણું વધીને રુ. 91,879 કરોડ થયું છે. એકલી AAA સંપત્તિએ રન-રેટ EBITDA ના 52% અથવા રુ.53,086 કરોડનું વર્ષની મધ્યમાં કાર્યરત સંપત્તિઓના વાર્ષિક EBITDA સહિત ઉપાર્જન કર્યું છે. જે તેના અંતર્ગત વ્યવસાયોની મજબૂતાઈ, નાણાકીય શિસ્ત પર સતત ધ્યાન અને શાસનના ઉચ્ચતમ સ્તરને પ્રતિબિંબિત કરે છે.

    કંપનીઓ દીઠ નાણાકીય પ્રદર્શનની વિગતોનુસાર વાર્ષિક ધોરણે ઇન્કયુબેટર અદાણી એન્ટરપ્રાઇઝનોEBITDA ગત 25ના નાણાકીય વર્ષના પ્રથમ છમાસિકમાં  રુ.૮,૬૭૮ કરોડ સામે અવલોકન હેઠળના ઉક્ત સમય ગાળામાં 11.2% સાથે રુ.૭,૭૦૬ કરોડ જ્યારે TTM નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળામાં રુ.૧૬,૨૫૨ સામે સપ્ટેમ્બર-૨૫ના અંતે TTM ૦.6% વૃધ્ધિ સાથે રુ.૧૬,૩૪૩ કરોડ રહયો છે. પરિવહન વ્યવસાય ક્ષેત્રમાં અદાણી ગ્રીન એનર્જીનો નાણાકીય વર્ષ-૨૫ના પ્રથમ છ માસિકમાં વાર્ષિક ધોરણે EBITDA રુ.૫,૫૮૪ સામે ચાલુ નાણાકીય વર્ષના સરખા ગાળામાં ૧૩.૨%ની વૃધ્ધિ સાથે રુ.૬,૩૨૪ રહ્યો છે. TTM નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળામાં રુ.૯,૯૬૬ની સામે સપ્ટેમ્બર-૨૫ના અંતે TTM ૧૩.૧%ની વૃધ્ધિ સાથે રુ.૧૧,૨૭૨ કરોડ રહયો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના વ્યવસાયોમાં વર્ષ-૨૫ના પ્રથમ છ માસિકમાં વાર્ષિક ધોરણે EBITDA રુ.૩,૬૫૪ કરોડ સામે ચાલુ નાણાકીય વર્ષના સરખા ગાળામાં ૧૩.૪%ની વૃધ્ધિ સાથે રુ.૪,૧૪૪ રહ્યો છે. જ્યારે TTM નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળામાં રુ.૭,૧૫૬ કરોડ સામે સપ્ટેમ્બર-૨૫ના અંતે TTM ૧૫.૧% વૃધ્ધિ સાથે રુ.૮,૨૩૭ કરોડ રહયો છે. અદાણી પાવરનો વાર્ષિક ધોરણે EBITDA ચાલુ નાણાવર્ષ-૨૬ના પહેલા છ માસિકમાં રુ.૧૨,૧૫૯ કરોડ રહ્યો છે જે ગત ૨૫ના નાણા વર્ષના સરખા ગાળામાં રુ.૧૨,૬૩૯ કરોડ હતો જે ૩.૮%નો તફાવત દર્શાવે છે. જયારે TTM નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળામાં રુ.૨૩,૧૫૭ કરોડ સામે સપ્ટેમ્બર-૨૫ના અંતે TTM ૧.૨%ની વૃધ્ધિ સાથે રુ.૨૩,૪૩૮ કરોડ રહયો છે .આમ આ ત્રણેય વ્યવસાયોનો વાર્ષિક ધોરણે કુલ EBITDA ગત નાણાકીય વર્ષના સરખા ગાળામાં રુ. ૪૪,૨૩૯ કરોડ સામે અવલોકન હેઠળના ઉક્ત સમય ગાળામાં ૧૧.૨%ની વૃધ્ધિ સાથે રુ.૪૭,૩૭૫ કરોડ રહ્યો છે. અદાણી ટોટલ ગેસનો વાર્ષિક ધોરણે EBITDA ચાલુ નાણાવર્ષ-૨૬ના પહેલા છ માસિકમાં રુ.૬૧૨ કરોડ રહ્યો છે જે ગત ૨૫ના નાણા વર્ષના સરખા ગાળામાં રુ.,૬૨૬ કરોડ હતો જે ૨.૧%નો તફાવત દર્શાવે છે. જયારે નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળામાં TTM રુ.૧૨૩૯ કરોડ સામે સપ્ટેમ્બર-૨૫ના અંતે TTM ૫.૯%ની વૃધ્ધિ સાથે રુ.૧૧૬૬ કરોડ રહયો છે.

    અદાણી પોર્ટસ અને સેઝનો વર્ષ-૨૫ના પ્રથમ છ માસિકમાં વાર્ષિક ધોરણે EBITDA રુ.૯,૯૩૮ કરોડ સામે ચાલુ નાણાકીય વર્ષના સરખા ગાળામાં ૨૨.૦%ની વૃધ્ધિ સાથે રુ.૧૨,૧૨૫ રહ્યો છે. જ્યારે TTM નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળામાં રુ.૧૮,૮૪૬ કરોડ સામે સપ્ટેમ્બર-૨૫ના અંતે TTM ૨૦.૨% વૃધ્ધિ સાથે રુ.૨૨,૫૮ કરોડ રહયો છે. સંલગ્ન અદાણી સિમેન્ટનો વર્ષ-૨૫ના પ્રથમ છ માસિકમાં વાર્ષિક ધોરણે EBITDA રુ.૩,૧૨૦ કરોડ સામે ચાલુ નાણાકીય વર્ષના સરખા ગાળામાં ૩૭.૯%ની વૃધ્ધિ સાથે રુ.૪,૩૦૫ કરોડ રહ્યો છે. જ્યારે TTM નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળામાં રુ.૬,૯૯૧ કરોડ સામે સપ્ટેમ્બર-૨૫ના અંતે TTM ૪૦.૬% વૃધ્ધિ સાથે રુ.૯,૮૨૯ કરોડ રહયો છે. આમ અદાણી પોર્ટફોલિયો કંપનીઓનો વાર્ષિક ધોરણે કુલ EBITDA વર્ષ-૨૫ના પ્રથમ છ માસિકમાં રુ.૪૪,૨૩૯ કરોડ સામે ચાલુ નાણાકીય વર્ષના સરખા ગાળામાં ૭.૧%ની વૃધ્ધિ સાથે રુ.૪૭,૩૭૫ કરોડ રહ્યો છે. જ્યારે TTM નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળામાં રુ.૮૩,૬૦૭ કરોડ સામે સપ્ટેમ્બર-૨૫ના અંતે ૧૧.૨%ની વૃધ્ધિ સાથે રુ.૯૨,૯૪૩ કરોડ રહયો છે.

    અદાણી એન્ટરપ્રાઇઝીસ હસ્તકના  ઉભરતા માળખાગત વ્યવસાયો અને સંકલિત સંસાધન વ્યવસ્થાપન, ખાણકામ અને તેને સંલગ્ન સેવાઓના હાલના વ્યવસાયોનો સમાવેશ થાય છે.  APL માં નાણાકીય વર્ષ 26 ના પહેલાના સમયગાળાની આવક રુ. ૧,૦૭૫ કરોડ અને નાણાકીય વર્ષ ૨૫ના પહેલાના સમયગાળાની રુ. ૧,૦૨૦ કરોડની આવકનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 26 ના પહેલાના સમયગાળામાં વિવિધ વ્યવસાયોના કામકાજની વિગતો મુજબ ANILના સોલાર મોડ્યુલનું વેચાણ 3% વધી ૨.૪૪ GW રહ્યું છે. વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) નું વેચાણ ૧૩% વધીને ૬૩ સેટ થયું છે. ગ્રીનફિલ્ડ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે ચાલુ ક્વાર્ટરમાં કાર્યરત થશે. બે નવા રોડ પ્રોજેક્ટ્સમાં મુંગેર-સુલતાનગંજ અને સુલતાનગંજ-સાબોર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચે રોપવે પ્રોજેક્ટ માટે એવોર્ડ લેટર મળ્યો છે. અદાણી ગ્રીન એનર્જી હસ્તકના ૪.૨ ગીગાવોટ સોલાર, ૪૯૧ મેગાવોટ વિન્ડ પ્લાન્ટ અને ૮૦૫ મેગાવોટ હાઇબ્રિડ પ્લાન્ટના ઉમેરા સાથે કાર્યકારી ક્ષમતા વાર્ષિક ધોરણે ૪૯% વધીને ૧૬.૭ ગીગાવોટ થઈ.છે. જ્યારે સૌર, પવન અને હાઇબ્રિડ પ્લાન્ટ માટે અનુક્રમે ૨૪.૮%, ૩૭.૮% અને ૩૯.૧% ક્ષમતા ઉપયોગિતા પરિબળ (CUF) હાંસલ થઇ છે.. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની નાણાકીય વર્ષ ૨૦૨૬ ના પહેલા છ મહિનાના અંતે ઓર્ડર બુક રૂ. ૬૦,૦૦૪ કરોડ સુધી લઈ જવા સાથે WRNES તાલેગાંવ લાઇનનો એક નવો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ હસ્તગત કર્યો છે.. અદાણી પાવરે નવા પાવર પરચેઝ એગ્રીમેન્ટથકી ૪.૫ GW ઉમેર્યા છે.  આ લક્ષ્યાંક વધારીને 2032 સુધીમાં 42 GW સિધ્ધ કરવાનો ઇરાદો છે. જેની વર્તમાન ક્ષમતા ૧૮.૧૫ GW છે. અદાણી પોર્ટ્સ અને સેઝનું  વોલ્યુમ નાણા વર્ષ-૨૫ના પહેલા છ માસિકના ૨૨૦ MMTમાં ૧૧% વધીને ચાલુ વર્ષના સમાન ગાળામાં 244 MMT થયું છે.. કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) એ એપ્રિલ ‘૨૫ માં કામગીરી શરૂ કરી છે. ઓગસ્ટ ’25 માં ૧00,000+ TEU સહિત ૩૫0,000 થી વધુ TEUs કાર્ગોનું સંચાલન કર્યું છે. અંબુજા સિમેન્ટ્સે ૧૦૭ MTPAની ક્ષમતા પ્રાપ્ત કરી છે. નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ માસમાં સિમેન્ટ વેચાણનું વોલ્યુમ વાર્ષિક ધોરણે 20% વધીને 35 MT થયું છે.

    Adani Group
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Adani Global Indology Conference માં આધુનિક રામ અને કૃષ્ણનો અદભૂત સંવાદ યોજાયો

    November 27, 2025
    અમદાવાદ

    Gautam Adani ની ઇન્ડોલોજી મિશનને રુ.૧૦૦ કરોડની સખાવતની જાહેરાત

    November 27, 2025
    અમદાવાદ

    Mrs. Sudha Murthy ની પ્રેરક હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સ 2025નો આરંભ

    November 27, 2025
    અમદાવાદ

    લાંચ પ્રકરણમાં ખુલાસો : અધિકારીના લોકરમાંથી રૂા.2.31 કરોડ રોકડા મળ્યા

    November 27, 2025
    અમદાવાદ

    ત્રણ નોટિસ છતાંય ડોક્યુમેન્ટ્‌સ નહીં, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ પર તાળું લાગશે?

    November 26, 2025
    અમદાવાદ

    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આગામી ૫ થી ૭ ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં રહેશે

    November 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ

    November 27, 2025

    Adani Global Indology Conference માં આધુનિક રામ અને કૃષ્ણનો અદભૂત સંવાદ યોજાયો

    November 27, 2025

    Gautam Adani ની ઇન્ડોલોજી મિશનને રુ.૧૦૦ કરોડની સખાવતની જાહેરાત

    November 27, 2025

    Mrs. Sudha Murthy ની પ્રેરક હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સ 2025નો આરંભ

    November 27, 2025

    Surendaranagar: એસઓજી પોલીસે હરતું ફરતું પેટ્રોલ પંપ ઝડપી લીધું..!

    November 27, 2025

    Surendaranagar: ચોટીલાના શખ્સને ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફટકારી

    November 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ

    November 27, 2025

    Adani Global Indology Conference માં આધુનિક રામ અને કૃષ્ણનો અદભૂત સંવાદ યોજાયો

    November 27, 2025

    Gautam Adani ની ઇન્ડોલોજી મિશનને રુ.૧૦૦ કરોડની સખાવતની જાહેરાત

    November 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.