Ahmedabad તા.2
અમદાવાદમાં સેવન્થ ડે સ્કુલમાં વિદ્યાર્થીનાં હાથે વિદ્યાર્થીની હત્યાનાં બનાવનાં રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે શાળાઓમાં હાથ ધરાયેલા ચેકીંગમાં આંખ ઉઘાડનારા ખુલાસા થયા છે.વિદ્યાર્થીઓની સ્કુલ બેગમાંથી ધારદાર બ્લેડ, ઉપરાંત ઈ-સીગારેટ ગર્ભ નિરોધક સાધનો જેવી વસ્તુઓ મળી આવી હતી.
અમદાવાદનાં હત્યાકાંડ બાદ સ્કુલોમાં શિક્ષકો તથા મેનેજમેન્ટે ઈન્સપેકશન વધારી દીધુ છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગોનું ઓચિંતુ કર્યું હતું. એક જાણીતી સ્કુલનાં પ્રિન્સીપાલે કહ્યું કે વિદ્યાર્થી કલ્ચર અભ્યાસથી ઘણુ આગળ વધી ગયુ છે જે આઘાતજનક બેગમાંથી બચકસ અને લંચબોકસ ઉપરાંત મોબાઈલ, ટેબલેટ, લાઈટર, સિગારેટ, ઈ સીગારેટ પકડાયા હતા.
એક કિસ્સામાં પાણીની બોટલમાં દારૂ મળી આવ્યો હતો. આ સિવાય કોન્ડોમ, મોઢાથી લેવાતી ગર્ભ નિરોધક દવા, સૌદર્યનાં સાધનો,સ્કુલ ડ્રેસ સિવાયનાં કપડા, હેયરકટર, પોર્ન સામગ્રી, વધુ પડતા રોકડા નાણા તથા 1500 રૂપિયા જેવી કિમતે વેચાતી એનર્જી ડ્રીંકસની બોટલ મળી આવી હતી.
અમદાવાદમાં વિવિધ સ્કુલોમાં હાથ ધરાયેલા ચેકીંગમાં આ પ્રકારની સામગ્રી મળી હતી. એક સ્કુલે તો ઘટનાક્રમ બાદ વિદ્યાર્થીઓને કાતર અને રાઉન્ડર લાવવા પર પણ પ્રતિબંધ મુકી દીધો છે.
અન્ય એક જાણીતી સ્કુલનાં પ્રિન્સીપાલે કહ્યું કે, વિદ્યાર્થીઓ પાસેથી પકડાયેલી સામગ્રી વાલીઓને બોલાવીને પરત કરવામાં આવી હતી ત્યારે કેટલાંક વાલીઓએ બાળકો માનતા ન હોવાની ફરીયાદ કરી હતી. અમુક વાલીઓએ તો તેમના બાળકો પાસેથી મળેલી પોર્ન સામગ્રીને સ્વીકારીને એવો હળવો જવાબ આપ્યો હતો કે મોટા થતાં બાળકોમાં આ સામાન્ય છે. અમુક કિસ્સામાં બાળકોનો સંપર્ક થઈ શકે તે માટે વાલીઓએ જ મોબાઈલ આપ્યાનું માલુમ પડયુ હતું.
શિક્ષણવિદોનાં કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓને સજા આપવાથી કોઈ પરિણામ આવી શકે તેમ નથી. કાઉન્સીલીંગ જ ઊપાય છે. ઉપરાંત મિત્ર વર્તુળ તથા તેમની આસપાસનું વાતાવરણ મુખ્ય પ્રભાવ પાડે છે.
એક કિસ્સામાં વિદ્યાર્થી પાસેથી 1500 રૂપિયાનુ એનર્જી ડ્રીંકસ મળ્યુ હતું. સાથી વિદ્યાર્થીઓને થોડુ-થોડુ આપીને વિદ્યાર્થી પોતાનું લેશન-પ્રોજેકટ કરાવી લે છે.
વિદ્યાર્થીઓ પાસેથી પકડાયેલી સામગ્રીથી ચિંતીત શિક્ષકે એમ કહ્યુ કે તેઓને આવી સામગ્રી સાથે રાખવાની જરૂર કેમ પડે છે તે સવાલ છે.
મનોચિકિત્સકોનાં કહેવા પ્રમાણે દેખાદેખી મુખ્ય ભાગ ભજવે છે. એક વિદ્યાર્થી કંઈક લાવે તો અન્યો પ્રેરાય છે.કે પોપ અને વેબસીરીજનો મોટો પ્રભાવ છે. તેમાં હિંસા વાંધાજનક દ્રશ્યો કુમળા માનસને અસર કરે છે.
સ્કુલબેગમાં શું-શું મળ્યું?
મોબાઈલ, ટેબલેટસ, ઈ-સીગારેટ, પાણીની બોટલમાં દારૂ, સીગારેટ, કોન્ડોમ, મોઢેથી લેવાતી ગર્ભ નિરોધક, સૌદર્ય પ્રસાધનો, વધારાના કપડા-બૂટ, બ્લેડ, પેપર કટર, પોર્ન સાહિત્ય, રોમેન્ટીક બુકસ, ફેશન જવેલરી, વધુ પડતી રોકડ, મોંઘા એનર્જી ડ્રીંકસ