Jamnagar તા.૨3
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ સ્થિત હંગામી બસ સ્ટેન્ડમાં વધારાના સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનો પ્રારંભ આગામી ગુરુવાર થી થનાર છે.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ના બસ ડેપો માં વધારા ના બનેલ પ્લેટફોર્મ આગામી ગુરુવાર થી કાર્યરત થશે . જેથી મુસાફરો ને વધુ સારી સુવિધા મળી રહેશે.
જેમાં પ્લેટફોર્મ નંબર ૧ ઉપર થી ઈલેકટ્રીક બસ સર્વિસ, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત , પ્લેટફોર્મ નંબર બે ઉપર થી રાજકોટ, અમદાવાદ, મહુવા, સુરેન્દ્રનગર, ભાવનગર, સાળંગપુર, બરોડા, સુરત , પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર થી રાજકોટ, બોટાદ, પાલીતાણા, તળાજા, પાલનપુર, અંબાજી, માણસા, ગાંધીનગર , નંબર ૪ ઉપર થી રાજકોટ, ગોંડલ, બગસરા, ધારી, અમરેલી, મહેસાણા, હિંમતનગર, વડનગર , પાંચ નંબર ઉપરથી મોરબી, ભુજ, અંજાર, મુન્દ્રા, માંડવી, નારાયણસરોવર, માતાનામઢ, જખો સોલ્ટ જશે.
પ્લેટફોર્મ નંબર ૬ ઉપરથી મોરબી, હળવદ, ધાંગધ્રા, ધ્રોલ, જોડિયા, બાલાચડી, બજરંગપુર, જાંબુડા, શેખપાટ , ૭ નંબર ઉપર કાલાવડ, ધોરાજી, જુનાગઢ, કેશોદ, વેરાવળ, સોમનાથ, ઉના, મોરીદળ, અમરાપર , ૮ નંબર ઉપર થી કાલાવડ, ધોરાજી, જુનાગઢ, સતાધાર, વેરાવળ, અલિયાબાડા, નેવીમોડા, સુર્યપરા , ૯ નંબર ઉપરથી ખંભાળિયા, ભાટીયા, હર્ષદમાતાજી, દ્વારકા, સિક્કા, ગાગવા ,૧૦ નંબર ઉપર થી સિક્કા, ગાગવા, નવાગામ, ખંભાળિયા, ભાટીયા, હર્ષદમાતાજી, દ્રારકા, માંગરોળ, ૧૧ નંબર ઉપર થી પોરબંદર, લાલપુર, ભાણવડ, ભણગોર, જામજોધપુર, માણાવદર, કેશોદ ,૧૨ નંબર ઉપર થી સમાણા, જામજોધપુર, બાંગા, ચિત્રાવડ, માત્રાવડ, ઉપલેટા , ૧૩ નંબર ઉપર થી બારીયા, દાહોદ, સંજેલી, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર , અને ૧૪ નંબર ઉપર થી
દાહોદ, ગોધરા, સંજેલી, ઝાલોદ, મંડોર, ફતેપુરા, કવાંટ ની બસ ઉપાડશે.જેનો લાભ લેવા એન.બી. વરમોરા (ડેપો મેનેજર જામનગર) ,જે.વી. ઈશરાણી (ટ્રાફિક ઓફિસર જામનગર) અને બી.સી. જાડેજા (વિભાગીય નિયામક જામનગર) એ અનુરોધ કર્યો છે.