Rajkot,તા.22
કોરોનાના વધતા જતા કેસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલે અગમચેતીના પગલા સાથે સિવિલ હોસ્પિટલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. દેશના વિવિધ વિસ્તારોને રાજ્યમાં કોરોનાના કેસો મળવાની ઘટનાના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રએ સઘન વ્યવસ્થા માટે કમર કસી છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી છે. કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ શરૂ કરી કોરોનાના કેસ મળે તે પહેલા જ પાણી પહેલા પાળ બાંધવા માટે સિવિલ હોસ્પિટલના મેડિસન આઈસોલેશન, પેડીયાટ્ટિક અને માઈક્રો ડીસીસ સહિતના વિભાગોનુ સુપરવીઝન અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે.