Kabul, તા.૨૪
અફઘાનિસ્તાનની ટીમ પણ એશિયા કપ ૨૦૨૫માં ભાગ લેવા જઈ રહી છે.
હવે રવિવારે (૨૪મી ઓગસ્ટ) એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (છઝ્રમ્) એ આ ટુર્નામેન્ટ માટે ૧૭ સભ્યોની ટીમની પસંદગી કરી છે. અફઘાન ટીમની કેપ્ટનશીપ સ્ટાર બોલર રાશિદ ખાનને સોંપવામાં આવી છે.
અહેવાલો અનુસાર, અગાઉ પાંચમી ઓગસ્ટના રોજ છઝ્રમ્એ ૨૨ સભ્યોની પ્રાથમિક ટીમની જાહેરાત કરી હતી. એશિયા કપ પહેલા અફઘાનિસ્તાન સંયુક્ત અરબ અમીરાત (ેંછઈ)ના શારજાહમાં ટ્રાઈ સીરિઝમાં પણ ભાગ લેવાનો છે. આ સીરિઝમાં અફઘાનિસ્તાન ઉપરાંત ેંછઈ અને પાકિસ્તાનની ટીમો પણ ભાગ લેશે. છઝ્રમ્ અનુસાર, પ્રાથમિક ટીમમાં સમાવિષ્ટ મોટાભાગના ખેલાડીઓ આ ટ્રાઈ સીરિઝમાં ભાગ લેશે.,જે ૨૯મી ઓગસ્ટથી શરૂ થશે અને તેની ફાઇનલ સાતમી સપ્ટેમ્બરના રોજ રમાશે.
એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ૧૭ સભ્યોની ટીમ : રશીદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહીમ ઝાદરાન, દરવીશ રસુલી, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કરીમ જનાત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહમદ, ફરિદ અહમદ મલિક, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી
રિઝર્વ ખેલાડીઃ વફીઉલ્લાહ તરાખિલ, નાંગેયાલિયા ખરોટે, શરીફુલ્લાહ અહમદઝાઈ
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ ૨૦૨૫માં અફઘાનિસ્તાનને હોંગકોંગ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે ગ્રુપ મ્માં રાખવામાં આવ્યું છે. એશિયા કપ નવમી સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેનો ટાઇટલ મેચ ૨૮મી સપ્ટેમ્બરે રમાશે.
ટૂર્નામેન્ટની પહેલી મેચમાં અફઘાનિસ્તાનની ટીમ હોંગકોંગનો સામનો કરશે. આ વખતે એશિયા કપની મેચો સંયુક્ત આરબ અમીરાતના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમાશે.