Morbi,તા.19
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને રાજ્ય કક્ષાના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા છે તેઓએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી ચાર્જ લઇ લીધો છે અને તા. ૨૦ ને સોમવારે કાંતિલાલ અમૃતિયા મંત્રી તરીકે મોરબીમાં પ્રથમ વખત પધારશે
તા. ૨૦ ને સોમવારે કાંતિલાલ અમૃતિયા ગાંધીનગરથી રવાના થશે ગાંધીનગરથી ચોટીલા, ચોટીલા મંદિરે દર્શન કરી રાજસીતાપુર ગુરુજી આશ્રમેં આશીર્વાદ બાદ હળવદ પહોંચશે જ્યાં મંત્રીનું સ્વાગત અને અભિવાદન કાર્યક્રમ યોજાશે બાદમાં વતન જેતપર ગામે સ્વાગત કરાશે અને સાંજે ૪ કલાકે મોરબી સર્કીટ હાઉસ પહોંચશે જ્યાંથી કાર રેલી સ્વરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી દરમિયાન સ્વાગત અને અભિવાદન કાર્યક્રમ યોજાશે