Jamnagar તા.12
ભારત-પાકિસ્તાન સરહદે તંગદિલી ઉભી થયા બાદ અને ખાસ કરીને ઓપરેશન સિંદુર શરૂ થયા પછી પાકિસ્તાન સાથે દરિયાઇ સરહદે જોડાયેલા જામનગર એરફોર્સ સ્ટેશનની વ્યુહાત્મક સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગરનું એરપોર્ટ તા.7 મે થી બંધ કરવામાં આવ્યું હતું. ગઇકાલે નોટમ પાછું ખેંચવાનો નિર્ણય લેવાતા ગુજરાતના ભૂજ, રાજકોટ ઉપરાંત જામનગર એરપોર્ટને આજથી ખોલવાનો નિર્ણય લેવાયો હતો.
આમ ચાર દિવસ સુધી જામનગર એરપોર્ટ પ્રવાસીઓ માટે બંધ રહ્યાં બાદ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જો કે તકેદારીના ભાગરૂપે મુસાફર ટીકિટ ન ધરાવતા લોકોને પ્રવેશ આપવામાં આવતો ન હોવાનું જાણવા મળે છે. કેમ કે જામનગર એરપોર્ટ સિવિલ એરપોર્ટ છે પરંતુ આ એરપોર્ટનો રનવે ભારતીય એરફોર્સની માલિકીનો હોવાથી અહિં વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે.