Junagadh,તા.18
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 40 બેઠકો પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ દમિરયાન જૂનાગઢની હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ચર્ચાતી વોર્ડ નંબર 9 જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્ત્વપૂર્ણ બની છે. અહીંથી ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ચૂંટણી લડ્યા હતા અને પરાજય થયા છે. અહીં અપક્ષ ઉમેદવાર અશ્વિન ભરાઈ 4431 મતથી વિજેતા થયા છે. આ દરમિયાન પરાજય થયેલા કોંગ્રેસના ઉમેદવાર હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
‘મેં જે ધાર્યું હતું અને મારે જે કરવું હતું તે કરી લીધું હતું’
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ મનપા વોર્ડ નંબર 9માં પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચા અને ઉમેદવાર મહિપતસિંહ બસીયાને અપક્ષ ઉમેદવાર અશ્વિન ભરાઈ ઝટકો આપ્યો છે. જો કે,આ પરિણામ આવ્યા બાદ ગણતરીની મિનિટમાં કોંગ્રેસ ઉમેદવાર મહિપતસિંહે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આકાશ કટારાએ મહિપાલસિંહ બસિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો. આ સાથે તેમણે કહ્યું કે, મેં જે ધાર્યું હતું તે મળી ગયું અને જે કરવું હતું તે કરી લીધું.