Mumbai,તા.10
હૃતિક રોશનની ‘વોર ટુ’ પછી ટાઈગર શ્રોફની ‘બાગી ફોર’ પણ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ છે. લોકો હવે જૂની હિટ ફિલ્મનાં ટાઈટલ સાથે ટુ, થ્રી, ફોરનું લટકણિયું લગાડીને બનાવાતી ફ્રેન્ચાઈઝી ફિલ્મોથી થાકી ગયા હોવાનું પુરવાર થઈ રહ્યું છે.
ટાઈગર શ્રોફની ‘બાગી ફોર’ ૭૦ કરોડથી વધુના બજેટમાં બની છે. પરંતુ, ફર્સ્ટ વીક એન્ડમાં આ ફિલ્મને પચ્ચીસ કરોડની આવકની સપાટીએ પહોંચતાં જ ફીણ આવી ગયાં છે. ફિલ્મમાં સ્ટોરી કે એક્ટિંગ કશાના ઠેકાણાં નથી એટલે હવે બાકીના સપ્તાહોમાં પણ ખાસ વકરો થવાની સંભાવના નથી.
હૃતિક રોશનની ‘વોર ટુ’ ૩૦૦ કરોડના બજેટમાં બની હતી. પરંતુ, આ ફિલ્મ ૨૨૫ કરોડથી વધુની કમાણી માંડ કરી શકી છે. ટૂંકમાં પ્રોડયૂસર યશરાજ ફિલ્મ્સનો આ ફિલ્મ બનાવવાનો ખર્ચો પણ નીકળ્યો નથી.
હજુ થોડા સમય પહેલાં અજય દેવગણની ‘સન ઓફ સરદાર ટુ’ તથા અક્ષય કુમારની ‘કેસરી ટુ’ પણ બોક્સ ઓફિસ પર પછડાઈ હતી.