Abu Dhabi,તા.19
એશિયા કપ 2025માં ગ્રુપ Bની છેલ્લી મેચ 18મી સપ્ટેમ્બરના રોજ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. શ્રીલંકાની ટીમે 6 વિકેટથી જીત મેળવી અને સુપર 4માં સરળતાથી પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. પરંતુ શ્રીલંકાની ટીમના 22 વર્ષીય ઓલરાઉન્ડર દુનિથ વેલાલગેના પિતાનું મેચ દરમિયાન અવસાન થયું. તે બેટિંગ કરવા માટે તૈયાર હતો અને તેણે પહેલાથી જ પોતાના પેડ પહેરી લીધા હતા. ત્યારે કોચ સનથ જયસૂર્યાએ મેચ પછી દુનિથને તેના પિતાના મૃત્યુની જાણ કરી હતી.
શ્રીલંકાના ઓલરાઉન્ડર દુનિથ વેલાલગેને અફઘાનિસ્તાન સામેની મેચ પછી તેના પિતાના અવસાનની જાણ થઈ હતી. તેના પિતા સુરંગા વેલાલગેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. અફઘાનિસ્તાન સામેની મેચ બાદ દુનિથને કોચ સનથ જયસૂર્યા અને સપોર્ટ સ્ટાફે તેને દુઃખદ સમાચાર આપ્યા. તે તરત જ ઘરે જવા રવાના થઈ ગયા હતો.
પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર 1999માં આઈસીસી વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં રમી રહ્યા હતા. આ દરમિયાન તેમના પિતા રમેશ તેંડુલકરનું અવસાન થયું. આ સમાચાર મળતાં જ સચિન ભારત પાછા ફર્યા અને તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા. તેણે રમતમાંથી વિરામ લીધો નહીં અને ભારતીય ટીમમાં પાછા ફર્યો હતા. ત્યારબાદ તેણે કેન્યા સામેની મેચમાં સદી ફટકારી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન સામેની જીત સાથે શ્રીલંકાએ એશિયા કપ 2025ના સુપર 4 તબક્કામાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. અફઘાનિસ્તાન આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. બાંગ્લાદેશ પણ આ ગ્રુપમાંથી સુપર 4 માટે ક્વોલિફાય થઈ ગયું છે.