Surendranagar, તા.8
સુરેન્દ્રનગરમાં પ. પુ. આ. ભગવંત તીર્થભદ્રસુરીશ્વરજી મ.સા. ના શિષ્ય રત્ન મુનિશ્રી તીર્થપૂર્ણ વિજયજી મ.સા. આદિ ઠાણાની પ્રેરણાથી પ્રેરાઈને, આલોક પથ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત તથા અહિંસા યુવા સંગઠન દ્વારા આયોજિત U Turn Session એ આજે સૌના મનમાં અજોડ ઉર્જા અને પ્રેરણા ભરી દીધી. જે સેશન માત્ર 3 કલાક માટે નક્કી કરવામાં આવ્યું હતું.
તે અદભૂત રીતે 6 કલાક સુધી ચાલ્યું – છતાં પણ સૌ યુવા અંત સુધી જોડાયેલા રહ્યા! આજના સમયની વ્યસ્તતા વચ્ચે પણ તમામે પોતાના મોબાઈલ ઘરે મૂકી આપણી જાત સાથે જોડાવાનો આ અનોખો પ્રયત્ન કર્યો – આ એક અદભૂત દૃશ્ય હતું! આ સેશન દ્વારા સૌએ જિનશાસન સેવા, યુવા વર્ગની જવાબદારી અને સમાજને ખોટી દિશામાં જતાં અટકાવવાની પ્રેરણા અનુભવી. ટાઉનહોલમાં 750 લોકોની ક્ષમતા હોવા છતાં 1250 થી વધુ યુવાનો જોડાયા – જે જૈન યુવા વર્ગની સમાજપ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે!
મેહુલભાઈ જૈન દ્વારા સેશનના અંતે અનુરોધ કરવામાં આવ્યો કે સુરેન્દ્રનગરમાં અલોકપથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અહિંસા યુવા સંગઠનમાં 21 થી 40 વર્ષની ઉમરના ભાઈઓ અને બહેનોની 100 વ્યક્તિની એક મજબૂત ટીમ તૈયાર કરવામાં આવે, જે તાત્કાલિક રીતે સમાજ સંબંધિત પ્રશ્નો હલ કરી શકે તેવી શક્તિશાળી યુવા ટીમ તરીકે કાર્ય કરશે.
ફોર્મ મેળવવા તથા સભ્યપદ માટે શશાંક ગાંધી (સત્રી એન્ટરપ્રાઇઝ)ગાંધી કોમ્પ્લેક્સ, મોટો દેરાસર ચોક, વિઠ્ઠલપ્રેસ રોડ, સુરેન્દ્રનગર (મો. નં. 95583 24444), કૃણાલ મહેતા (મહેતા મોબાઇલ) એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, સુરેન્દ્રનગર. (મો. 92283 30003), ગુંજન સંઘવી (માં એન્ટરપ્રાઇઝ) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે, સંજીવની સોસાયટી સામે, રતનપર (મો. નં. 94081 10762) સંપર્ક કરવાનો રહેશે.