Ahmedabad,તા.06
સરદાનગરની મહિલાએ બે વર્ષ પહેલા સોશિયલ મિડિયાના માધ્યમથી રાજસ્થાનના યુવક સાથે પ્રેમ સંબંધ થયો હતો. લગ્નના સાત મહિના બાદ પતિ ઉપર શંકા જતાં મહિલાએ મોબાઇલ ચેક કરતાં અન્ય સ્ત્રી સાથે આડા સંબંધનો ભાંડો ફૂટયો હતો મહિલાએ સંબંધ વિશે પૂછતાં મારો મોબાઇલ કેમ ચેક કર્યો કહીને મહિલાને માર માર્યો હતો. એટલું જ નહી દિકરીનો જન્મ થતાં નારાજ સાસરીયાએ ત્રાસ ગુજાર્યો હતો અને દહેજ લઇને આવવાનું કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ બનાવ અંગે ઇસ્ટ મહિલા પોલીસે પતિ સહિત સાસરીના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરદારનરમાં રહેતી ૨૬ વર્ષની મહિલાએ ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના ખાતે રહેતા પતિ સહિત સાસરીના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ચાર વર્ષ પહેલા મહિલાને સોશિયલ મિડિયા મારફતે પ્રેમ સંબંધ થયો હતો. એક સમાજના હોવાથી સમાજના રિતિ રિવાજ મુજબ તા.૧૦-૦૨-૨૨ના રોજ લગ્ન થયા હતા લગ્ન બાદ મહિલા સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના દસ દિવસ સુધી સારી રીતે રાખી હતી, બાદમાં દહેજ અને ઘરકામ જેવી નાની બાબતે તકરાર કરતા હતા.
લગ્નનના સાત મહિના બાદ પતિના સ્વભાવમાં બદલાવ આવતાં મહિલાને શંકા જતાં પતિનો મોબાઇલ ચેક કરતાં અન્ય મહિલા સાથેના આડા સંબંધની જાણ થઇ હતી જેથી મહિલા વિશે પૂછતાં પતિએ લાત મારતાં ફરિયાદી નીચે પડી જતાં શરીરે ઇજા થતાં સારવાર માટે દાખલ થયા હતા. બાદમાં દિકરીનો જન્મ થતાં સારિયાએ અમારે તો દિકરો જઇતો હતો તેમ કહીને તકરાર કરી હતી. દિકરીના જન્મના ચાર મહિના પછી સાસરીમાં ગઇ તો મહેણા ટોણા મારીને માનસિક રીતે ત્રાસ આપતા હતા. બીજીતરફ પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ બાબતે સજાવવા જતાં માર માર્યો હતો ત્યારબાદ દહેજની માંગણી કરીને દહેજ લઇને આવ્યા બાદ સાસરીમાં આવવાની વાત કરીને કાઢી મૂકી હતી. મહિલા બે વર્ષથી પિયરમાં આશરો લઇ રહી છે તેમ છતાં તેડવા આવતા ન હતા.