સોમવારથી શુક્રવારે મુલાકાતીઓને ૭૦ રૂપિયા ખર્ચવા પડશે, જ્યારે શનિવાર અને રવિવારે મુલાકાત લેનારા લોકોએ ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે
Ahmedabad,તા.૧૨
અમદાવાદ શહેરમાં દર વર્ષે યોજાતા ફ્લાવર શોની સૌ કોઇ આતુરતાથી રાહ જોતાં હોય છે. શહેરીજનો જ નહીં પરંતુ ગુજરાતભરના લોકો ફ્વાવર શોની મુલાકાત લઈ ફૂલોની મહેક લેતાં હોય છે, ત્યારે આ વર્ષે યોજાનારા ફ્લાવર શોની ટિકિટને લઇને સમાચાર સામે આવ્યા છે. ફ્લાવર શો ૨૦૨૫ના ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. જોકે, આ વર્ષે ફ્લાવર શોની મુલાકાત મોંધી પડવાની છે. કેમ કે, ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે.
દર વર્ષે લાખો લોકો ફ્લાવર શોની મુલાકાત લેતાં હોય છે, ત્યારે મુલાકાતીઓને હવે વધુ પૈસા ખર્ચવા પડે તેમ છે. કેમ કે, ફ્લાવર શો ૨૦૨૫માં સોમવારથી શુક્રવારે મુલાકાતીઓને ૭૦ રૂપિયા ખર્ચવા પડશે, જ્યારે શનિવાર અને રવિવારે મુલાકાત લેનારા લોકોએ ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪માં સોમવારથી શુક્રવાર દરમિયાન ૫૦ રૂપિયા ટિકીટ હતી. જ્યારે શનિવાર અને રવિવારે ૭૫ રૂપિયા ટિકિટના દર હતા.
બીજી બાજુ, એએસમીની સ્કૂલના વિધાર્થીઓ માટે પ્રવેશ ફ્રી રહેશે, જ્યારે ખાનગી સ્કૂલના બાળકો માટે ૧૦ રૂપિયાની ટિકિટ રહેશે. ઉપરાંત પ્રાઇમ સ્લોટ પણ રખાશે. જેના માટે સવારે ૮થી ૯ અને રાત્રે ૧૦થી ૧૧ કલાકનો સમય હશે. આ સ્લોટ માટે વ્યક્તિ દીઠ ૫૦૦ રૂપિયા ખર્ચવા પડશે.
નોંધનીય છે કે, અમદાવાદ ફલાવર શોની ટિકિટના દર નક્કી કરાયા છે. આગામી ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ફ્લાવર શો શરૂ થશે, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શો ખુલ્લો મુકશે. જ્યારે અંદાજીત ૧૫ કરોડના ખર્ચે ફલાવર શો-૨૦૨૫ યોજાશે.