Ahmedabad,તા.24
વસ્ત્રાલ રહેતી મહિલાના લગ્ન મહારાષ્ટ્રના યુવક સાથે નવ વર્ષ અગાઉ થયા હતા. લગ્નના વર્ષ બાદ દહેજમાં રૃ.૨૦ લાખ, જમીન અને મકાનની અને ગાડી નથી લાવી કહીને ત્રાસ આપતા હતા. પતિ દારુ પીને આવીને મારઝૂડ કરતો હતો આ બનાવ અંગે રામોલ પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિ દારુ પીને મારઝૂડ કરતા ત્રણ વખત સમાધાન બાદ પણ માનસિક શારિરીક ત્રાસ યથાવત ઃ રામોલ પોલીસે પતિ સહિત ચાર વ્યકિત સામે ગુનો નોંધી તપાસ શરુ કરી
વસ્ત્રાલમાં રહેતી મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રમાં રહેતા પતિ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના લગ્ન વર્ષ ૨૦૧૫માં થયા હતા. લગ્નના એક વર્ષ સુધી પતિ અને સાસરીયાઓએ સારી રીતે રાખતા હતા. બાદમાં દીકરીને જન્મ આપતા સાસરી વાળનું વર્તન બદલાયું હતુ. પતિ દહેજના રૃ. ૨૦ લાખ, જમીન અને મકાન તથા ગાડીની ક્યારે મળશે તેમ કહીને ત્રાસ આપવાતો હતો.
તકરાર દરમિયાન મહિલા સાસરીવાળાને સામે કોઈ જવાબ આપે તો પતિ તેનો વિડીયો બનાવી લેતો અને વાઈરલ કરવાની ધમકી આપતો હતો. મહિના પહેલા રાત્રે પતિ દારુ પીને આવ્યો હતો અને દહેજ ક્યારે મળશે તેમ કહીને ઢોર માર મારતા સારવાર કરાવી હતી અને સાળાને કહ્યું કે તારી બહેનને અહિયાંથી લઇ જા અને રૃ.૨૦ લાખ, જમીન, મકાન અને ગાડી લઈને આવજે પછી તારી બહેનને મૂકી જજે.