Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Antarctic નો બરફ ઝડપી ઓગળવાથી દરિયાના પાણીની ખારાશ વધી

    July 15, 2025

    વિદેશ મંત્રી S Jaishankar ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા

    July 15, 2025

    Mangrol ના આજક ગામે સમારકામ સમયે જ પુલ ધરાશાયી : 10 લોકો ખાબકયા

    July 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Antarctic નો બરફ ઝડપી ઓગળવાથી દરિયાના પાણીની ખારાશ વધી
    • વિદેશ મંત્રી S Jaishankar ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા
    • Mangrol ના આજક ગામે સમારકામ સમયે જ પુલ ધરાશાયી : 10 લોકો ખાબકયા
    • Gift City ધમધમશે : તૂર્તમાં પ્રથમ IPO લીસ્ટીંગ
    • લોર્ડ્સમાં Stokes નું ઓલરાઉન્ડ પ્રદર્શન : સૌથી વધુ POTM એવોર્ડ જીતનાર ખેલાડી બન્યો
    • Lord’s Test : ભારત મેચ હાર્યું પણ જાડેજાએ ‘દિલ’ જીતી લીધા
    • Vaibhav Suryavanshi નો વધુ એક રેકોર્ડ: વિકેટ લેનાર યંગેસ્ટ બોલર
    • ‘’Rishabh Pant ને કોઈ મોટી ઈજા નથી; તે આગામી ટેસ્ટ માટે ઠીક થઈ જશે’ : કેપ્ટન શુભમન ગિલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવતાCM
    અમદાવાદ

    Ahmedabad માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવતાCM

    Vikram RavalBy Vikram RavalJanuary 11, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે દેશ અને દુનિયામાં ગુજરાતને ઓળખ મળી

    Ahmedabad,તા.૧૧

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- ૨૦૨૫ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાયણના આ તહેવારને ’આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે.એટલું  જ નહિ પતંગોના આ પર્વને આધુનિક આયામો આપ્યા અને સાથો સાથ પ્રવાસન સાથે આ ઉત્સવને પણ જોડ્યો છે. આમ, આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે, એવું તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.

    આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ ૧૧ જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના વોકલ ફોર વોકલ અભિયાન પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખુબ મોટો વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. એટલું જ નહિ, ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકો જોડાયાં હતા.

    આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી થયેલા ગુજરાતના પ્રવાસનના વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે. એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    આ પ્રસંગે ઉત્તરાયણ પર્વની વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્ય નારાયણની ઉપાસનાનું પર્વ છે. એટલું જ નહિ, દાન-મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવમાત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવુ જોઈએ તેમજ પતંગ ઉડાડવામાં પણ ખુબ કાળજી રાખવી જોઈએ એવી રાજ્યના દરેક નાગરિકોને મુખ્યમંત્રી શ્રી દ્વારા અપિલ કરવામાં આવી હતી.આ અવસરે મુખ્યમંત્રી એ ઉતરાયણ અને મકરસંક્રાંતિના પર્વની સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

    આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સ્વાગત પ્રવચન કરતા પ્રવાસન મંત્રી  મૂળુભાઈ બેરાએ કહ્યું કે, ઉત્તરાયણ એ સૂર્યની ઉપાસના કરવાનો અવસર છે. એટલું જ નહિ પ્રકૃતિ અને પ્રગતિનો સંદેશ પણ આ પર્વ આપે છે. આપણો દેશ ઉત્સવોનો દેશ છે અને ભારતમાં અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં દર વર્ષે આયોજીત થનાર આ પતંગ મહોત્સવ સૌને વિકાસની દિશામાં ઉડવાની પ્રેરણા આપે છે એટલું જ નહી ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર પણ આ પતંગ મહોત્સવ બન્યો છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -૨૦૨૫ની વિગતવાર માહિતી આપતા પ્રવાસન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ વર્ષે તારીખ ૧૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ  – ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ  – ૨૦૨૫’નું આયોજન કરાયું છે.

    તેમણે કહ્યું હતું કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. જેમાં ૫૫ દેશોના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ૧૨ રાજ્યોના ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજોએ ભાગ લીધો છે.

    Kite Festival 2025 in Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gift City ધમધમશે : તૂર્તમાં પ્રથમ IPO લીસ્ટીંગ

    July 15, 2025
    ગુજરાત

    ભારતમાલા પ્રોજેકટ હેઠળના Amritsar-Jamnagar એકસપ્રેસ-વેમાં 28 કિ.મી. પર ટોલ સ્થગિત

    July 15, 2025
    મુખ્ય સમાચાર

    રાજીનામાના નાટકની ગેઇમ ઓવર; છતાં ઇટાલીયાને વેલકમ કરવા Amrita તૈયાર

    July 15, 2025
    જામનગર

    Jamnagar જિલ્લામાંમાં શનિવારે લોક અદાલત યોજાઈ હતી

    July 14, 2025
    ગુજરાત

    Sabarkantha માં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ

    July 14, 2025
    ગુજરાત

    Health Minister Rishikesh Patel ના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન

    July 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Antarctic નો બરફ ઝડપી ઓગળવાથી દરિયાના પાણીની ખારાશ વધી

    July 15, 2025

    વિદેશ મંત્રી S Jaishankar ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા

    July 15, 2025

    Mangrol ના આજક ગામે સમારકામ સમયે જ પુલ ધરાશાયી : 10 લોકો ખાબકયા

    July 15, 2025

    Gift City ધમધમશે : તૂર્તમાં પ્રથમ IPO લીસ્ટીંગ

    July 15, 2025

    લોર્ડ્સમાં Stokes નું ઓલરાઉન્ડ પ્રદર્શન : સૌથી વધુ POTM એવોર્ડ જીતનાર ખેલાડી બન્યો

    July 15, 2025

    Lord’s Test : ભારત મેચ હાર્યું પણ જાડેજાએ ‘દિલ’ જીતી લીધા

    July 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Antarctic નો બરફ ઝડપી ઓગળવાથી દરિયાના પાણીની ખારાશ વધી

    July 15, 2025

    વિદેશ મંત્રી S Jaishankar ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા

    July 15, 2025

    Mangrol ના આજક ગામે સમારકામ સમયે જ પુલ ધરાશાયી : 10 લોકો ખાબકયા

    July 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.