Ahmedabad,તા.૧૨
અમદાવાદમાં કોર્પોરેશનના કર્મચારીઓ અને શાકભાજીના વેપારીઓ માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી. કોર્પોરેશનના કર્મચારીઓ તેમની ફરજ મુજબ દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે શાકભાજી વેચનાર વિક્રેતાઓ સાથેની બોલચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. કર્મચારીઓ રોડ પરના દબાણ હટાવતા શાકભાજી ફેંકી દેતા મામલો વધુ બિચક્યો. શાકભાજી વિક્રેતાઓએ કર્મચારીઓ સાથે ઝગડો કર્યો અને તેમની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. કર્મચારી અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે થયેલ બબાલમાં પોલીસ દરમ્યાનગીરી કરી શકે છે.ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ છસ્ઝ્રના કર્મચારીઓને શહેરમાં બનતી ઘટનાઓને લઈને દબાણો દૂર કરવાની કામગીરી સોંપવામાં આવી છે. શહેરમાં દિનપ્રતિદિન વધતા ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. માર્ગો પર અનેક સ્થાનો પર શાકભાજી વિક્રેતાઓની તેમજ પાણીપૂરીની લારીઓ લાગેલી હોય છે. જેના કારણે માર્ગો વધુ સાંકડા બન્યા છે. આ જ કારણ છે કે વહીવટીતંત્ર દ્વારા દબાણો દૂર કરવાના આદેશ અપાયા. જો કે આ કામગીરી કરનાર કર્મચારીઓને દબાણ હટાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થાનો પર છુટક વિક્રેતાઓ તેમનું સ્થાન છોડવા તૈયાર નથી થતા.
તાજેતરમાં કોર્પોરેશનના કર્મચારીઓ અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે દબાણ હટાવતા મામલે માથાકૂટ થઈ. કોર્પોરેશન કર્મીઓએ શાકભાજી ફેંકી દેતા મામલો વધુ બિચકયો હતો. કર્મચારીઓના શાક ફેંકી દેવા જેવા ગેરવર્તનને લીધે વિક્રેતાઓ પણ ગુસ્સે ભરાયા હતા. અને આ કર્મચારીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને ગયા. જો કે પોલીસે કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ ના કરતા શાકભાજી વિક્રેતાઓ આખી રાત પોલીસ સ્ટેશન બહાર ઘેરાવો કરીને બેઠા હતા.