Ahmedabad,તા.24
અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. શહેરના થલતેજ વિસ્તારમાં આજે (24મી ડિસેમ્બર) વહેલી સવારે ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આ આગ 9, 10 અને 11મા માળે લાગી છે. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે થલતેજમાં ટાઇટેનિયમ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે ભિષણ આગ લાગી હતી. આ ઘટનાને લઈને 15થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જોકે, આ આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.