અમદાવાદમાં પોમરીયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર અને ગોલ્ડન રિટ્રીવર જેવી બ્રીડના શ્વાન સૌથી વધુ લોકપ્રિય છે
Ahmedabad, તા.૧૫
શહેરમાં પાલતુ પ્રાણીઓને લગતી જાગૃતિ વધી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના ‘રેબીસ ળી અમદાવાદ સિટી ૨૦૩૦’ એક્શન પ્લાન હેઠળ શરૂ કરવામાં આવેલા પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશન અભિયાનને નાગરિકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં જ ૧૦૯૧ શ્વાનના માલિકોએ પોતાના પાલતુને રજિસ્ટર કરાવ્યા છે.આ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં શ્વાનના માલિકો પોતાના પાલતુને રજિસ્ટર કરાવી શકે છે. આ પ્રક્રિયામાં શ્વાનનું વેક્સિનેશન, માઇક્રોચિપિંગ અને અન્ય જરૂરી તપાસ કરવામાં આવે છે.અમદાવાદમાં પોમરીયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર અને ગોલ્ડન રિટ્રીવર જેવી બ્રીડના શ્વાન સૌથી વધુ લોકપ્રિય છે. આ બ્રીડના શ્વાનના માલિકોએ સૌથી વધુ સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૨૮૨ માલિકોએ પોતાના ૩૧૭ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ સૂચવે છે કે આ વિસ્તારમાં પાલતુ પ્રાણીઓ પ્રત્યે લોકો વધુ જાગૃત છે.પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૩૧ માર્ચ નક્કી કરવામાં આવી છે. જે પાલતુ શ્વાનના માલિકોએ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓ આ તારીખ પહેલા રજિસ્ટ્રેશન કરાવી શકે છે.