Ahmedabad,તા.૨૭
ગુજરાતમાં આવેલી લોથલ હેરિટેજ સાઈટ પર મોટી દુર્ઘટના બની છે. જમીનમાંથી માટીના સેમ્પલ લેતા સમયે લોથલમાં ભેખડ ધસી પડતા એક મહિલા અધિકારી અને એક પીએચડીની વિદ્યાર્થીની દટાઈ ગઈ હતી. જેમાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તો મહિલા પ્રોફેસર ઈજાગ્રસ્ત થયા છે. માટીના સેમ્પલ લેતી સમયે અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા બે મહિલા અધિકારી દટાયાની ઘટના બની છે. જેમાં એકનું મોત અન્ય એક મહિલાને ૧૦૮ પોલીસ સહિતની ટીમ બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. જેના બાદ ઈજાગ્રસ્ત મહિલા અધિકારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ધોળકાના હડપ્પા સંસ્કૃતિનું આવેલું લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી. ગાંધીનગર દિલ્હીના ચારથી વધું અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ પહોંચ્યા હતા. ૧૨ ફૂટથી વધુ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી માટેના સેમ્પલ લેવા અંદર ઉતરી હતી. અચાનક માટીની ભેખડ ખસી પડતા બંને મહિલા માટીમાં દટાઈ ગઈ હતી. જેમાં પીએચડીની વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો ઉંડા ખાડામાં માટી નીચે દબાયેલ બીજી મહિલા અધિકારીને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી. જેના બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
જિયોલોજિકલ સેમ્પલ લેતા સમયે આ ઘટના બની હતી. દિલ્હીના આસિ.પ્રોફેસર અને વિદ્યાર્થીની સેમ્પલ માટે આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાંથી ફરીને સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા. આજે સવારે લોથલ વિસ્તારમાંથી જિયોલોજીકલ સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા. ત્યારે બંને ૧૨ ફૂટ ઊંડો ખાડો કરી સેમ્પલ લેવાની કામગીરી કરી રહ્યા હતા. માટી ભીની હોવાથી અચાનક ભેખડ નીચે ધસી પડી હતી. આસી.પ્રોફેસર અને વિદ્યાર્થીની ખાડામાંથી સેમ્પલ લઈ રહ્યા હતા, જેમાં પીએચડીની વિદ્યાર્થીની સુરભી વર્માનું મોત નિપજ્યું. છે. સુરભી વર્મા દિલ્હી આઈઆઇટીમાં પીએચડીનો અભ્યાસ કરતી હતી. તો પ્રોફેસર યામા દીક્ષિતને સમાન્ય ઈજા પહોંચી.
લોથલ ખાતે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ નિર્માણ પામશે. ગુજરાતીઓને આગામી સમયમાં વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ મ્યુઝિયમની ભેટ મળશે. લોથલ ખાતે વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ અને અંડર વોટર મારું મ્યુઝિયમનો ૪૫૦૦ કરોડનો પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે. જે માત્ર ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને જ નહિ પરંતુ દેશના મજબૂત દરિયાઇ ઇતિહાસ અને જીવંત દરિયાકાંઠાની પરંપરાને પણ પ્રદર્શિત કરશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકોને રોજગારી પણ ઉપલબ્ધ થશે. સાથે જ ગુજરાતનું ટુરિઝમ પણ વિકસશે.